ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે 182 બેઠકમાંથી 160 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. તાજેતરમાં જ મોરબીમાં
ઝૂલતો પુલ તૂટતા સારી કામગીરી કરનારા કાંતિ અમૃતિયાને ભાજપે ટિકિટ આપી છે. એક સમયે હાંસિયા પર ધકેલાઇ ગયા હતા અને હવે મોરબી દૂર્ઘટનામાં લોકોની મદદ કરીને મસિહા બનેલા કાંતિ અમૃતિયા પર ભાજપે વિશ્વાસ બતાવીને તેમણે ટિકિટ આપી છે. બીજી તરફ બ્રિજેશ મેરજાની ટિકિટ કાપવામાં આવી છે. બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને પેટા ચૂંટણી જીતીને ફરી આ બેઠક પર ધારાસભ્ય બન્યા હતા.
Advertisement
Advertisement
ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદીમાં તાજેતરમાં મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટનાની છાપ પણ સ્પષ્ટ જોવા મળી હતી. ભાજપે મોરબી દૂર્ઘટના સમયે લોકોને બચાવવા માટે પોતાના જીવની પરવાહ કર્યા વગર નદીમાં ઉતરનારા કાંતિ અમૃતિયાને તેનું ઇનામ આપ્યુ છે. ભાજપે કાંતિ અમૃતિયાને મોરબી વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે મોરબીના ધારાસભ્ય અને રાજ્યમાં મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે કાંતિ અમૃતિયા ભાજપની ટિકિટ પર પહેલા પણ મોરબી બેઠક પરથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
કાંતિ અમૃતિયા વર્ષ 2012ની ગુજરાત ચૂંટણીમાં મોરબી બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા. તે વર્ષ 2014માં તે સમયે વિવાદમાં આવ્યા હતા જ્યારે સોશિયલ મીડિયા પર તેમણો એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં કાંતિ અમૃતિયા એક યુવકને રોડથી માર મારતા જોવા મળ્યા હતા, તેને લઇને ઘણો વિવાદ થયો હતો અને તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે યુવક તલવાર લઇને લોકોને ધમકાવી રહ્યો હતો.
2017ની ચૂંટણી હાર્યા હતા ચૂંટણી
કાંતિ અમૃતિયા પર ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કાંતિ અમૃતિયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા કાંતિ અમૃતિયાને કોંગ્રેસના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર બીજા કોઇ નહી પણ બ્રિજેશ મેરજા હતા. હવે કાંતિ અમૃતિયાએ બ્રિજેશ મેરજાને ટિકિટની જંગમાં હરાવી દીધા છે. કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ભાજપના કાંતિ અમૃતિયાને 3400 કરતા વધુ મતના અંતરથી હરાવ્યા હતા.
ખુણા પર જતા રહ્યા હતા કાંતિ અમૃતિયા
બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા બાદ કાંતિ અમૃતિયા પોતાની જ પાર્ટીમાં એક રીતે ખુણામાં ધકેલાઇ ગયા હતા. કેટલાક લોકો તો તેમના રાજકીય સફરના નેપથ્યમાં જવાની વાત પણ કરવા લાગ્યા હતા પંરતુ કાંતિ અમૃતિયા ના તો ભાજપ છોડ્યુ અને ના તો જનતા વચ્ચે રહ્યા. મોરબીમાં દૂર્ઘટનાના સમયે તે પોતાના જીવની પરવાહ કર્યા વગર ડુબતા લોકોને બચાવવા માટે નદીમાં કુદી પડ્યા હતા. કાંતિ અમૃતિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ તેમના રાજકીય કરિયર માટે સંજીવનીનું કામ કરી ગયો હતો. મહત્વપૂર્ણ છે કે મોરબી દૂર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
Advertisement