નવી દિલ્હી: ન્યૂઝફર્સ્ટ તરફથી મળી રહેલા રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી એકદમ ઝડપી યોજાઇ શકે છે. અહેવાલ અનુસાર ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમ સાથે લગભગ તૈયાર છે. ચૂંટણીપંચે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા બંને રાજ્યોની મુલાકાત લીધી છે. પંચ હવે માત્ર ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાનો બાકી હતો તે પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
Advertisement
Advertisement
આ માટે કમિશનની ટીમ બંને રાજ્યોમાં અનુકૂળ હવામાન, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય કેટલાક કાર્યક્રમો અંગેની તમામ માહિતી અગાઉથી લઈ લીધી હતી. ચૂંટણી પંચે પોતાની તરફથી ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે અને હવે માત્ર તેની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.
• ચૂંટણી પંચ 22મી ઑક્ટોબર (ધનતેરસ) અથવા 29મી ઑક્ટોબર (લાભ પાંચમ)ના રોજ ચૂંટણીનું કાર્યક્રમ જાહેર કરી શકે છે.
• ગુજરાતમાં બે તબક્કાનું મતદાન થવાની સંભાવના છે, જ્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણી એક તબક્કાના મતદાનમાં પૂર્ણ થવાની સંભાવના છે.
ગુજરાત | 182 બેઠકો
• તબક્કો 1 : 27મી નવેમ્બર અથવા 30મી નવેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઇ શકે છે.
• તબક્કો 2 : 4થી ડિસેમ્બરથી રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઇ શકે છે.
હિમાચલ પ્રદેશ | 68 બેઠક
• મતદાનઃ 4મી ડિસેમ્બર
• બંને રાજ્યોની મતગણતરી 6ઠ્ઠી ડિસેમ્બરે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
• ગુજરાતમાં નવી સરકાર 11મી ડિસેમ્બર પહેલા શપથ લેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં મોટાભાગે નવી સરકાર 11 ડિસેમ્બર પહેલા જ શપથ લેતા આવી છે.
• ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ચૂંટણી તરફથી વધારે સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
Advertisement