નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બર બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.
Advertisement
Advertisement
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણી કમિશરે મોરબી દૂર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહ્યો છે.
પ્રથમ તબક્કામાં આ બેઠકો પર થશે મતદાન (89 બેઠક)
કચ્છ: અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ, રાપર
સુરેન્દ્રનગર: દસાડા, લીંમડી, વઢવાણ, ચોટીલા, ધાંગ્રધા
મોરબી: મોરબી, ટંકારા, વાંકાનેર
રાજકોટ: રાજકોટ ઇસ્ટ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
જામનગર: જામનગર ગ્રામ્ય, જામનગર દક્ષિણ, જામનગર ઉત્તર, જામજોધપુર
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા, દ્વારકા
પોરબંદર: પોરબંદર, કુતીયાણા
જૂનાગઢ: માણાવદર, વિસાવદર, જૂનાગઢ, માંગરોળ, કેશોદ
ગીર સોમનાથ: સોમનાથ, તાલાલા, કોડિનાર, ઉના
અમરેલી: ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
ભાવનગર: મહુવા, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ
બોટાદ: ગઢડા, બોટાદ
નર્મદા: નાંદોડ, ડેડિયાપાડા
ભરૂચ: જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર
સુરત: ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી, મહુવા
તાપી: વ્યારા, નિઝર
ડાંગ: ડાંગ
નવસારી: જલાલપોર, નવસારી, પારડી, કપરાડા, ઉમરગાંવ
બીજા તબક્કાનું મતદાન (93 બેઠક)
બનાસકાંઠા: વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ, રાધનપુર
પાટણ: રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
મહેસાણા: ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
સાબરકાંઠા: હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ
અરવલ્લી: મોડાસા, બાયડ, ભીલોડા
ગાંધીનગર: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
અમદાવાદ: વીરમગામ, સાણંદ, વટવા, વેજલપુર, ઘાટલોડિયા, એલિસબ્રિજ, નારણપુરા, નીકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણીનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ધોળકા, ધંધુકા
આણંદ: આંકલાવ, ખંભાત, બોરસદ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા
ખેડા: માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
મહિસાગર: બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
પંચમહાલ: શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ
દાહોદ: ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢબારિયા
વડોદરા: સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાઓપુરા, માંજલપુર, પાદરા, કરજણ
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર, જેતપુર, સંખેડા,
ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતા
ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાર છે. 4.6 લાખ લોકો પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરશે. 51782 પોલિંગ સ્ટેશન ગુજરાતમાં હશે. મહિલાઓ માટે 1274 પોલિગ સ્ટેશન હશે. દિવ્યાંગો માટે વિશેષ 182 પોલિંગ સ્ટેશ હશે.
4.9 કરોડમાંથી 4.6 લાખ યુવા મતદારો છે જ્યારે 3.24 લાખ લોકો પ્રથમ વખત મતદાન કરશે. શિયાળબેટના 1 પોલિંગ સ્ટેશન પર એક વોટર, 15 લોકોની ટીમ જશે. ચૂંટણી પંચે મતદારોને મત નાખવાની અપીલ કરી હતી. મતદાન કેન્દ્ર 2 કિમીથી વધારે દૂર નહી હોય. 142 મૉડલ બુથ બનાવવામાં આવશે. 9.89 લાખ સીનિયર સીટીઝન મતદાર છે. ફરિયાદ કરવા પર 100 મિનિટમાં જવાબ આપવામાં આવશે. ઉમેદવારોએ ગુનાહિત રેકોર્ડ જણાવવો પડશે. કોરોના પીડિતો માટે ઘરેથી મતદાનની સુવિધા કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન લાગે કે આ ફેક ન્યૂઝ છે તો તેને આગળ ના વધારો.
Advertisement