ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે નહીં. ગુજરાતમાં રાજ્ય શોકના કારણે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત મોકૂફ રાખી છે. જણાવી દઈએ કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે અને તેના કારણે આજે સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં શોક છે.
Advertisement
Advertisement
મળતી માહિતી અનુસાર નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં મતદાન પ્રક્રિયા થઈ શકે છે.. વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે ચરણોમાં યોજાઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બર સાંજ સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે. આ પહેલા ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી.. જે બાદ વિપક્ષે ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતાં. જો કે ભાજપની આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.
પણ તમને જણાવી દયે કે ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવવાની હતી. પણ આજે મોરબી દુર્ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્ય શોક પાળવામાં આવ્યો છે. જેથી આવતીકાલ સુધીમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે…
Advertisement