નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણીને લઇને રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને દિલ્હી બોલાવ્યા હતા. તે પછી ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસમાં પહોચ્યા હતા અને અહી પીએમ મોદી સામે વાંધનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી હતી. જોકે, તે પહેલા જ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.
ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરતા કહ્યુ કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહી છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય આપી શું શકે છે. ભાજપ પાટીદાર સમાજથી નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલમાં જવાથી નથી ડરતો. નાખી દો મને જેલમાં, તેમણે પોલીસને પણ બોલાવી લીધા છે, મને ધમકાવી રહ્યા છે.
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
— Gopal Italia (@Gopal_Italia) October 13, 2022
કોણ છે ગોપાલ ઇટાલિયા?
ગોપાલ ઇટાલિયાનો જન્મ 21 જુલાઇ, 1989માં બોટાદમાં થયો હતો, તેમણે પ્રાથમિક અભ્યાસ ભાવનગરમાં કર્યો છે. તે બાદ ઇટાલિયા રાજનીતિ વિજ્ઞાનમાં ગુજરાત યૂનિવર્સિટી અમદાવાદમાં ગ્રેજ્યુએટ કર્યુ હતુ અને ગુજરાત પોલીસમાં દાખલ થયા હતા. વર્ષ 2013માં ગોપાલ ઇટાલિયા અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશમાં કોન્સ્ટેબલના રૂપમાં કામ કરતા હતા.
ઇટાલિયા બોટાદ જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન સમિતી સાથે જોડાયા અને પટેલ સમાજ માટે અનામતની માંગ ઉઠાવી હતી. તે બાદ પાટીદાર અનામત આંદોલન સમિતીએ હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામતના મુદ્દાને લઇને આંદોલન કર્યુ હતુ તો ગોપાલ ઇટાલિયા તેમની સાથે ખભાથી ખભો મીલાવીને ઉભેલા જોવા મળ્યા હતા.
Advertisement