જમ્મુ: કોંગ્રેસના પૂર્વ નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે સોમવારે પોતાની નવી પાર્ટીના નામની જાહેરાત કરી છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી રાખ્યું છે. કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ ગુલામ નબી આઝાદે પોતાના દમ પર નવી પાર્ટી બનાવવાના સંકેત આપ્યા હતા.
Advertisement
Advertisement
આ પછી તેમની નવી પાર્ટીના નામને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ગુલામ નબી આઝાદે નવરાત્રીના પહેલા દિવસે પોતાની નવી પાર્ટીના નામની જાહેરાત કરી હતી.
ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના ધ્વજમાં 3 રંગો છે.
તેઓએ કહ્યું કે- “સરસવનો રંગ વિવિધતામાં સર્જનાત્મકતા અને એકતા દર્શાવે છે, સફેદ શાંતિ સૂચવે છે અને વાદળી સ્વતંત્રતા, ખુલ્લી જગ્યા, કલ્પના અને સમુદ્રની ઊંડાઈથી આકાશની ઊંચાઈ સુધીની શ્રેણીને દર્શાવે છે.”
Advertisement