વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બનાસકાંઠામાં કોંગ્રેસનું વર્ચસ્વ અને ઠાકોરોની વિશાળ વોટબેેંક હંમેશા ભાજપ અને કોંગ્રેસ માટે મતોનું ઉખાણું રહી છે. ત્યારે સત્તાવાર વર્તુળોમાં ગેનીબેન ઠાકોર ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
Advertisement
Advertisement
ગેનીબેન વાવ તાલુકાના સ્ટ્રોંગ ધારાસભ્ય છે. ત્યારે તેમણે નડાબેટ ખાતેના નડેશ્વરી માતાના પાટોત્સવ ખાતે અચાનક સરકારના વખાણ કરવાનું શરુ કર્યું હતું. તેમણે નટાબેટના વિકાસ પાછળ ભાજપ સરકારના પ્રયત્નોના વખાણ કરતાં કરતાં પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યો જે રીતે ભાજપમાં જોડાયા છે એ જ પ્રકારે ગેનીબેનની એન્ટ્રી થવાનો અણસાર જોવા મલ્યો છે.
Advertisement