અમદાવાદ: ભારત આ વર્ષ માટે તેના G20 પ્રેસિડેન્સી હેઠળ અમદાવાદમાં અર્બન 20 (U20) મીટનું આયોજન કરવા તૈયાર છે. અમદાવાદમાં ગુરૂવારથી બે દિવસ U-20 સમિટનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટલમાં બે દિવસીય બેઠક યોજાશે. આ બેઠકમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપ પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
Advertisement
Advertisement
ગુરુવારે પ્રથમ દિવસે
બીજા સત્રમાં આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય સચિવ મનોજ જોશી ઇન્ડિયાઝ અર્બન ઈમ્પેરેટીવ વિષય પર વિશેષ સંબોધન કરશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપના ચેર સોલોમન આરોકીરાજ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.
ડિઝસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપના ચેર કમલ કિશોર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાશે.
ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપના ચેર ડો.સંદીપ ચેટરજી દ્વારા પ્રેઝન્ટેશન.
લંચ બાદ U-20 કન્વીનર્સ દ્વારા સ્વાગત અને પરિચય.
લુકિંગ બેક એટ જાકાર્તા મુદ્દે ડો. હયાતી દ્વારા પ્રેઝન્ટેશન.
અમદાવાદના સિટી શેરપા પ્રવીણ ચૌધરી દ્વારા U-20 અમદાવાદની પ્રાથમિકતાઓ મુદ્દે પ્રેઝન્ટેશન રજૂ કરાશે.
ગુજરાતના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમાર દ્વારા અર્બન ઈનોવેશન્સ ઈન ગુજરાત વિષય પર સંબોધન.
અર્બન પ્લાનિંગ એન્ડ એન્વાર્યમેન્ટ સસ્ટેનિબિલિટી મુદ્દે એચએલસીના કેશવ વર્મા દ્વારા સંબોધન.
સેન્ટર ફોર એક્સિલન્સ અર્બન ટ્રાન્સપોર્ટના પ્રોફેસર એમિરેટ્સ એચએમ શિવાનંદ સ્વામી દ્વારા ક્લાઈમેટ ફાઈનાન્સિંગ મુદ્દે સંબોધન.
સાંજે સાબરમતી આશ્રમની મુલાકાત અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ડિનર.
શુક્રવારે બીજા દિવસે
ડેલિગેટ માટે સવારે વૈકલ્પિક હેરિટેજ વોક.
હાઉસ ઓફ એમજી ખાતે બ્રેકફાસ્ટ.
U-20ની પ્રાથમિકતાઓ વિશે સિટી શેરપા પ્રવીણ ચૌધરી દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન.
વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય સંજીવ સાન્યાલ દ્વારા સંબોધન.
ગુજરાતના આર્થિક બાબતોના વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધાર દ્વારા જી-20 અને ગુજરાત મુદ્દે સંબોધન.
યૂથ-20 મુદ્દે આકાશ ઝા દ્વારા પ્રેઝન્ટેશન.
સ્ટાર્ટઅપ 20ના ચેર ચિંતન વૈષ્ણવ દ્વારા પ્રેઝન્ટેશન.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા સંબોધન.
આવાસ અને શહેરી બાબતોના વિભાગના જોઈન્ટ સેક્રેટરી કુણાલ કુમાર દ્વારા સમાપન સંબોધન.
Advertisement