ઉનાળાની શરુઆત સાથે જ પ્રવાસીઓ સાસણમાં સફારીની મજા માણવા પહોંચી જશે. હવે સાસણ વનવિભાગ દ્વારા એવી બે કાર ખરીદીને તૈયાર કરાઈ છે, જેમાં યાત્રીઓ બેસીને જંગલ સફારીની અલાયદી મજા માણી શકશે. સાસણની જંગલ સફારી માટે નવી મોડીફાઈડ કાર તૈયાર કરાઈ છે.
આજ સુધી સાસણના જંગલ સફારી માટે એક માત્ર જીપ્સીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે પહેલી એપ્રિલથી જંગલ સફારી રુપ પર નવી મોડીફાઈડ કાર યાત્રીઓને જંગલમાં એડવેન્ચર રાઈડ કરાવશે.
સાસણ જીપ્સી એસોસિએશન દ્વારા પાંચ મોડીફાઈડ કારનો ઓર્ડર આપ્યો હતો. તે કાર પણ તૈયાર કરી દેવાઈ છે. પહેલી એપ્રિલે આ કાર જંગલના રુટ પર ચલાવીને ઉદ્દઘાટન કરાશે. ત્યારબાદ વિધિવત રીતે અન્ય મોડીફાઈડ કારનો પણ સમાવેશ કરાશે.
Advertisement
Advertisement
Advertisement