અમદાવાદ: સેવાના સ્થાપક તથા જાણીતા સમાજ સેવી ઇલાબેન ભટ્ટનું નિધન થયુ છે.
Advertisement
Advertisement
કોણ છે ઇલા બેન ભટ્ટ?
ઇલા રમેશ ભટ્ટ એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્યક્તિ હતા. 1972માં તેમણે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) નામની સંસ્થા સ્થાપી હતી અને 1972થી 1996 સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેઓ કાયદાના સ્નાતક હતા અને આંતરરાષ્ટ્રીય મજૂર, સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ અને સહકારી મંડળ સંલગ્ન ચળવળો સાથે જોડાયા હતા, તેમણે રેમન મેગ્સેસે એવોર્ડ (1977), રાઇટ લાઇવલીહુડ પુરસ્કાર અને પદ્મ ભૂષણ (1986) જેવા પુરસ્કાર મળ્યા હતા.
સેવા સંસ્થાનો વિચાર ક્યાથી આવ્યો
ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશનના માધ્યમથી ઈઝરાયેલની સ્ટડી ટૂર પર ગયેલાં ઈલાબહેન ત્યાં સ્વનિર્ભર મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને મળતી સુવિધાઓ ઉપરાંત તેમનાં પ્રશ્નોથી વાકેફ થયા. તેમણે વિચાર્યું કે આ બાબત તો ભારતીય મહિલાઓને વધુ તીવ્રતાથી સ્પર્શે છે. આથી તેમણે ભારત પરત ફરીને લેબર એસોસિએશનના માધ્યમથી સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન એસોસિએશન (સેવા)ની સ્થાપના કરી હતી.
ઇલાબેન ભટ્ટની શૈક્ષણિક કારકિર્દી
અમદાવાદમાં જન્મેલાં ઈલાબહેનના માતા-પિતા સુશિક્ષિત હોવાથી પરિવારમાં જ તેમને શિક્ષણ, સંસ્કારિતા અને જાગૃતિનું વાતાવરણ મળ્યું હતું. સુરતની એમટીબી કોલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદમાં તેમણે કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી હતી.
Advertisement