ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠક પર મત નાખવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં ચૂંટણી પંચના આંકડા અનુસાર સરેરાશ 5 વાગ્યા સુધી 56.58 ટકા મતદાન થયુ હતુ. રાજ્યમાં બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement
Advertisement
5 વાગ્યા સુધી 57 ટકા મતદાન
રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધી 56.88 ટકા મતદાન થઇ ગયુ છે. કોંગ્રેસે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ આપી હતી કે 50 મતદાન કેન્દ્ર પર EVM મશીન કામ કરતી નહતી.
કુલ 788 ઉમેદવારના ભાવિ EVMમાં કેદ
ગુજરાત વિધાનસભઆ ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠક પર કુલ 788 ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં 718 પુરૂષ અને 70 મહિલા ઉમેદવાર સામેલ હતા.
2017માં પ્રથમ તબક્કામાં કેટલુ થયુ હતુ મતદાન?
2017માં આ બેઠકો પર 67.23 % મતદાન થયુ હતુ, ત્યારે સૌથી વધુ નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર 85.42% મતદાન અને કચ્છની ગાંધીધામ બેઠક પર સૌથી ઓછુ 54.53 % મતદાન થયુ હતુ.
2017માં કઇ પાર્ટીએ જીતી હતી કેટલી બેઠક?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપે પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 48 બેઠક પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસ 38 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. અન્ય ક્ષેત્રીય પાર્ટીના ખાતામાં ત્રણ બેઠક આવી હતી.
Advertisement