ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં 84 બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રિવાબા જાડેજાને જામનગર દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. હાર્દિક પટેલ વિરમગામથી ટિકિટ આપવામાં આવી છે. ભૂષણ ભટ્ટને જમાલપુર-ખાડિયાથી ટિકિટ આપવામાં આવી છે. દાણીલીમડાથી નરેશ વ્યાસને ટિકિટ આપવામાં આવી છે.
Advertisement
Advertisement
ભાજપમાં ક્યા નેતાઓને કઇ બેઠક પર મળી ટિકિટ
કોણે મળી ટિકિટ | બેઠકનું નામ |
ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી) | ઘાટલોડિયા |
રિષિકેશ પટેલ | વિસનગર |
કુંવરજી બાવળિયા | જસદણ |
બળવંતસિંહ રાજપૂત | સિદ્ધપુર |
મુકેશ પટેલ | ઓલપાડ |
રાઘવજી પટેલ | જામનગર ગ્રામ્ય |
પ્રધુમન સિંહ જાડેજા | અબડાસા |
અનિરૂદ્ધ દવે | માંડવી |
અશ્વિન કોટવાલ | ખેડબ્રહ્મા |
હાર્દિક પટેલ | વિરમગામ |
વિરેન્દ્રસિંહ જાડેજા | રાપર |
કિરિટ સિંહ રાણા | લિંબડી |
શ્યામજીભાઇ ચૌહાણ | ચોટીલા |
કાંતિ અમૃતિયા | મોરબી |
જીતુ સોમાણી | વાંકાનેર |
રમેશ ટિલાળા | રાજકોટ દક્ષિણ |
જયેશ રાદડિયા | જેતપુર |
મહેશ કસવાડ | સાવરકુંડલા |
ડી.કે.સ્વામી | જંબુસર |
રિતેશ વસાવા | ઝઘડિયા |
પી.કે. પરમાર | દસાડા |
પ્રવીણ ઘોઘારી | કરંજ |
કેશુભાઇ નાકરાણી | ગારિયાધાર |
ત્રિકમ છાંગા | અંજાર |
પ્રફુલ પાનસેરિયા | કામરેજ |
સંગીતા પાટિલ | લિંબાયત |
હર્ષ સંઘવી | મજૂરા |
જીજ્ઞા પંડ્યા | વઢવાણ |
પૂર્ણેશ મોદી | સૂરત પશ્ચિમ |
મનુભાઇ પટેલ | ઉધના |
વિનુ મોરડિયા | કતારગામ |
ભરત પટેલ | વલસાડ |
હિરા સોલંકી | રાજુલા |
આર.સી. પટેલ | જલાલપોર |
જિતુ ચૌધરી | કપરાડા |
કનુ દેસાઈ | પારડી |
રાકેશ દેસાઈ | નવસારી |
રમેશ મિસ્ત્રી | ભરૂચ |
શંભુનાથ મહારાજ | ગઢડા |
ડૉ. દર્શનાબેન દેશમુખ | નાંદોડ |
જનક સાવલિયા | લાઠી |
થરાદ | શંકર ચૌધરી |
વડગામ | મણિભાઇ વાઘેલા |
લાભુ પારઘી | દાંતા |
સુખાજી ઠાકોર | બેચરાજી |
કરસન સોલંકી | કડી |
રમણ પટેલ | વિજાપુર |
રમણ વોરા | ઇડર |
સ્વરુપ ઠાકોર | વાવ |
અમૂલ ભટ્ટ | મણિનગર |
નિમિષા સુથાર | મોરવા-હડફ |
સીકેરાઉલજી | ગોધરા |
ફતેહસિંહ ચૌહાણ | કાલોલ |
જયદ્રથસિંહ પરમાર | હાલોલ |
રમેશ કટારા | ફતેપુરા |
શૈલેષ ભાભોર | લીમખેડા |
કનૈયાલાલ કિશોરી | દાહોદ |
કેતન ઇનામદાર | સાવલી |
કિશોર કાનાણી | વરાછા |
અશ્વિની પટેલ | વાઘોડિયા |
વિજય રૂપાણી- નીતિન પટેલ સહિતના નેતાઓ ચૂંટણી નહી લડે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ મંત્રી સૌરભ પટેલ, પ્રદીપ જાડેજા, ભૂપેન્દ્ર ચુડાસમા ચૂંટણી નહીં લડે. ગુજરાતના આઠ જેટલા પૂર્વ મંત્રીઓ ચૂંટણી નહીં લડે. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ ભાજપ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતને ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન જ્યારે 5 ડિસેમ્બરે 93 બેઠક પર બીજા તબક્કામાં મતદાન યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જાહેર કરવામાં આવશે.
Advertisement