વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નાંદોદ તાલુકાના રાજપીપળા અને ભદામથી પોઈચા વિસ્તારનાં ખેડૂતોને હાલ સિંચાઈ માટે પાણી મળતુ હોવાથી દયનીય હાલતમાં છે.એક બાજુ કરજણ ડેમ જળાશય યોજનાની વિવિધ નહેરો ખંડેર હાલતમાં છે તો બીજી બાજુ સરકારી તંત્ર એવા બણગા ફૂંકી રહી છે કે અમે અંતરીયાળ વિસ્તારમાં પણ ખેતી માટે સિંચાઇનું પાણી પહોંચાડીએ છીએ.ત્યારે એ વિસ્તારનાં ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા વહેલામા વહેલી તકે ખંડેર નહેરોની જગ્યાએ નવી નહેરો બનાવવામાં આવે.
Advertisement
Advertisement
નાંદોદ તાલુકામાં કરજણ નદી પર કરજણ ડેમ પર કરજણ જળાશય યોજના કાર્યરત છે.તેમાં જમણાં કાંઠની નહેર પર રૂઢ માઈનોર નહેર આવેલી છે.આ રૂઢ માઈનોર નહેર જ્યારથી કરજણ ડેમ જળાશય યોજના અસ્તિત્વમાં આવી છે ત્યારથી આ નહેર દ્વારા રસેલા, બીડ, નવાગામ ભીલવાડા, રૂઢ, નરખડી, પોઇચા, ગામડી, કોઠારા, જેસલપુર અને અન્ય વિસ્તારોમાં કરજણ ડેમ જળાશયોના સિંચાઇના પાણી ખેડૂતોને મળતા નથી.આ વિસ્તારમાં નહેરો નામશેષ થઈ ગઈ છે, ખંડેર હાલતમાં છે.નહેરોની જગ્યાએ મોટી મોટી વનસ્પતિઓ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળીયા છે.
વર્ષો વીતી ગયા તે છતાં નવી નહેરો બનાવવામાં આવતી નથી.જેથી ખેડૂતોને ખાનગી બોર, કુવાઓ પરથી વધારે પૈસા ખર્ચીને સિંચાઇનું પાણી લેવું પડતું હોવાથી ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.એ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે સત્વરે આ ખંડેર બનેલી નહેર નવી બનાવવામાં આવે.ભદામ, તોરણા, ધાનપોર વિસ્તારમાં પણ નહેર દ્વારા ખેડૂતોને સિંચાઇના પાણી મળતા નથી.સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો તો થાય છે પણ ખેડૂતોને કરજણ ડેમ જળાશય યોજનાનું સિંચાઇનું પાણી મળતું નથી તેનું શું? એવા પ્રશ્નનો ખેડૂતો કરી રહ્યા છે. આ વિસ્તારમાં નહેરોની દુર્દશા તેમ છતાં ધારાસભ્ય કે સાંસદ સભ્ય આ વિસ્તારમાં ફરકતા ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળે છે.
Advertisement