વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: રાજપીપળા APMCની ચુંટણીમાં સહકારી ભિષ્મ પિતામહ એવા ઘનશ્યામ પટેલની ખેડૂત સહકાર પેનલનો બિનહરીફ વિજય થયો છે.ભાજપ પ્રમુખ અને સહકારી આગેવાન એવા ઘનશ્યામ પટેલે પોતાની સુજબૂઝથી વિપક્ષ પેનલના બે ઉમેદવારોને પોતાની સાથે મેળવી બીજા ફોર્મ પાછા ખેંચી લેતા ચૂંટણી યોજાઈ ન્હોતી પણ આખી પેનલ બિનહરીફ જાહેર થઇ હતી.એટલે સરકારના 2 થી 3 લાખ ચૂંટણી ખર્ચના બચાવ્યા સાથે ઉમેદવારોનો થતો વ્યક્તિગત ખર્ચ પણ બચાવ્યો હતો.આમ નાંદોદ વિધાનસભાની ભવ્ય જીત બાદ સહકારી ક્ષેત્રમાં APMC ની ચૂંટણી પણ બિન હરીફ જીતી ઘનશ્યામ પટેલે એવું સાબિત કરી બતાવ્યું કે તેઓ રાજકીય શતરંજના પાક્કા ખેલાડી છે.
Advertisement
Advertisement
રાજપીપળા APMC ની 16 બેઠકોનો ચુંટણી માટે 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, 24 ફેબ્રુઆરી 23 ના રોજ ચૂંટણી યોજાવાની હતી.તો બીજી મતદાન થાય એ પેહલા જ ઘનશ્યામ પટેલ પ્રેરિત ખેડુત સહકાર પેનલને સ્પષ્ટ બહુમતિ મળતી દેખાય રહી છે.પરંતુ 13 મી તારીખે ચૂંટણીનું અડધું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું.ખેડુત સહકાર પેનલને પેહલેથી 11 બેઠકો મળશે એવું દેખાઈ રહ્યું હતું.જો કે ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ હરીફ પેનલનાં 2 ઉમેવારોને પોતાના પેનલમાં લઇ તેમની સામેના પોતાની પેનલના ઉમેવારોને ફોર્મ પરત ખેંચાવડાવી આ ચૂંટણી બિનહરીફ બનાવી હતી.જેનાથી ફાયદો એ થયો કે APMC ને આર્થિક નુકશાન પણ ન થાય અને ઉમેદવારોનો વ્યક્તિગત ચૂંટણી લડવાનો ખર્ચ પણ બચે.
Advertisement