ગાંધીનગર: ઘરમાં નાના બાળકની ગુંજની ખુશી અલગ હોય છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક મહિલાના બીજા બાળકના ગર્ભમાં આવવાની ખબર પડી તો પરિવારના લોકો ખુશ હતા પરંતુ જ્યારે પતિએ કહ્યુ કે આ બાળક તેનું નથી મોટા ભાઇનું છે. તો પરિવાર ચોકી ગયો હતો અને પતિએ પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. અમદાવાદ અને ગુજરાતમાં એકસ્ટ્રા મેરિટલ અફેરની આ કોઇ એક ઘટના નથી. રાજ્યમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે.
Advertisement
Advertisement
મહિલા હેલ્પલાઇન 181 ‘અભયમ’ના આંકડા પર નજર કરીએ તો હેલ્પલાઇન પર દર એક કલાકમાં એકસ્ટ્રા મેરિટલ અફેરની ઘટના સામે આવી રહી છે. 2018થી 2022 વચ્ચે હેલ્પલાઇન પર આવનારી ફરિયાદની સંખ્યામાં પણ વધારો થયો છે. 2018માં હેલ્પલાઇનને 3,837 ફરિયાદ મળી હતી જ્યારે 2022માં તેની સંખ્યા વધીને 9,382 પર પહોચી ગઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં એકસ્ટ્રા મેરિટલ અફેરની ફરિયાદમાં અઢી ગણો વધારો થયો છે. ઘરેલુ હિંસા અને યૌન શોષણ પછી ત્રીજી સૌથી વધુ ફરિયાદ એકસ્ટ્રા મેરિટલ અફેરની છે.
ચાર શહેરોમાં અડધા કેસ સામે આવ્યા
મહિલા હેલ્પલાઇને છેલ્લા પાંચ વર્ષમાં મળેલી એકસ્ટ્રા મેરિટલ અફેરની ફરિયાદમાં અડધા કેસ માત્ર ચાર શહેરોમાં છે. જેમાં અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટ સામેલ છે. ડેટા અનુસાર 9,382માંથી 4,426 ફરિયાદ આ શહેરોમાંથી મળી છે. હેલ્પલાઇના કો-ઓર્ડિનેટર ફાલ્ગુની પટેલ અનુસાર આ ફરિયાદના વધવા પાછળ ડેટિંગ એપ્સની ભૂમિકા છે. તે કહે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આ એપ્સની સંખ્યા વધી છે, આ સિવાય સોશિયલ મીડિયાનો ઉપયોગ એકસ્ટ્રા મેરિટલ અફેર માટે જવાબદાર છે.મોટાભાગના એકસ્ટ્રા મેરિટલ અફેરના કેસમાં જોવા મળ્યુ કે સબંધ પરિવારના નજીકના સભ્ય, સહકર્મી, મિત્ર કે પછી ઓનલાઇન મિત્રતા દ્વારા બન્યા છે. તે બાદ પત્ની કે પછી મહિલા મિત્રએ હેલ્પલાઇન દ્વારા મદદ માંગી છે.
નાના શહેરમાં અફેર
એકસ્ટ્રા મેરિટલ અફેરના અડધા કેસ ભલે ગુજરાતના ચાર મોટા શહેરોમાં છે પરંતુ હવે નાના શહેરોમાં પણ આવા કેસ સામે આવી રહ્યા છે. EMRI ગુજરાતના સીઓઓ જશવંત પ્રજાપતિ અનુસાર અમને આવા કૉલ્સ તમામ ભાગમાંથી મળી રહ્યા છે. પહેલા આવા કેસ મોટા શહેરોમાં રિપોર્ટ થતા હતા, તેની પાછળનું કારણ હતુ કે લોકોમાં હેલ્પલાઇનને લઇને જાગૃતિ વધી છે. અમદાવાદમાં કામ કરનારા સામાજિક કાર્યકર્તા ઝરણા પાઠક કહે છે કે એકસ્ટ્રા મેરિટલ અફેરના કેસ આર્થિક મુદ્દા સાથે જોડાયેલુ છે. ઝરણા પાઠક કહે છે કે આ તે સંખ્યા જે સામે આવી છે. આ સંખ્યા વધુ હોઇ શકે છે કારણ કે તમામ મહિલાઓએ રિપોર્ટ કર્યો નથી.
Advertisement