અંબાજીના દર્શનાર્થે પગપાળા જઇ રહેલા દર્શનાર્થીઓને અરવલ્લીના માલપુર નજીક અકસ્માત નડ્યો હતો જેમાં સાત લોકોના મોત થયા હતા જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. હવે અકસ્માત સર્જનારા ડ્રાઇવરે ચોકાવનારો ખુલાસો કર્યો છે.
Advertisement
Advertisement
ડ્રાઇવરની બેદરકારીને કારણે 7 લોકોના મોત થયા હતા. જો કાર પિલ્લર સાથે ના અથડાઇ હોત તો મૃતક આંક વધી શકતો હતો. જે કારે અકસ્માત સર્જ્યો તે મહારાષ્ટ્ર પાસિંગની હતી અને જે મહારાષ્ટ્રથી ઉદયપુર જતી હતી. અકસ્માત બાદ ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેને ચોકાવનારો ખુલાસો કર્યો છે.
ઇનોવા કારના ચાલકે પોલીસને જણાવ્યુ છે કે, તે ગઇકાલે પૂણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો, તે પૂણેથી ઉદયપુર તરફ જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. ટોલ બુથના પિલ્લર સાથે જો કાર ના અથડાઇ હોત તો મૃતક આંક વધી શકતો હતો. અકસ્માતને લઇને અરવલ્લીના એસપી વિશાલ વાઘેલાએ કહ્યુ કે હાઇવે પર વાહનોની સ્પીડ લિમિટને લઇને કાર્યવાહી કરીશુ, પદયાત્રીઓ માટે પોલીસ દ્વારા પોઇન્ટ ગોઠવવામાં આવશે.
Advertisement