અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમી મેળવીને ફતેહવાડીમાં રહેતા પ્રકાશ ચુનિલાલ જૈનને ત્યાં રેઈડ પાડતાં હાથીનો દાંત મળી આવેલ છે. જે ક્રાઈમ બ્રાંચે આરોપી સાથે અન્ય ત્રણ જણાંની ધરપકડ કરીને હાથી દાંતને એફ.એસ.એલ અને વનવિભાગની સુપરત કરીને વધુ માહિતી મેળવી છે.
Advertisement
Advertisement
બનાવની વિગત એવી છે કે આરોપી પ્રકાશ જૈન ઉર્ફે પ્રકાશ ચુનીલાલ કાકલીયા ઉં.56 રહે. કસ્તુરી કોમ્પ્લેક્સ, બોડકદેવ તામીલનાડુના સેલમ વિસ્તારમાં અવાર નવાર જતો આવતો હતો અને તે વિરપ્પન ગેંગના માણસો સાથે અવાર-નવાર જતો હતો. તે વિરપ્પનની પત્નીના નામથી પણ વાકેફ હતો. તે લોકોને એવું પણ કહેતો કે વધુ હાથીદાંત જોઈતા હોય તો તે મંગાવી આપી શકે છે. પોલીસે આ બાતમીના આધારે તેના ઘરે રેઈડ પાડતાં હાથીનો એક મોટો દાંત પકડાયો હતો જેની આશરે કિંમત 35 લાખ હોવાનું મનાય છે. પ્રકાશ જૈનની સાથે અન્ય ત્રણ જણાં તેને વેચવા માટે મદદગારી કરી રહ્યા હતા જેમાં ગીરસોમનાથ જિલ્લાના વેરાવળના સુપાસી ગામના રહેવાસી અબ્દુલ કરીમ જમાલ કબરાણી તથા તેનો દીકરો શેહબાઝ અબ્દુલ કરીમ કબરાણી આ હાથી દાંત વેચવા માટે મુકી ગયા હતા. આ હાથીદાંત ફતેવાડી ખાતે અનિશ નિઝામ ખોખર અને રાબિયા ખોખરના ગુલરેઝ રો હાઉસ, ઈકબાલ ફાર્મ પાસેથી મળ્યો છે. જે પોલીસે જપ્ત કરીને તેને એફ.એસ.એલમાં મોકલી આપ્યો છે.
ગુજરાતમાં હાથીદાંતની તસ્કરીનો ઘણાં લાંબા સમય પછી આ પહેલો કેસ આવ્યો છે. જેમાં ક્રાઈમબ્રાંચે રેઈડ પાડીને તપાસ આદરી છે.
Advertisement