કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે મંગળવારે જાહેર કરેલા ઢંઢેરામાં 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે.
Advertisement
Advertisement
આ સાથે દરેક પરિવારની મહિલા વડાને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. આ રકમ ‘ગૃહ લક્ષ્મી’ યોજના હેઠળ આપવામાં આવશે. પાર્ટી દરેક બેરોજગાર ગ્રેજ્યુએટને બે વર્ષ માટે દર મહિને 3000 રૂપિયા આપશે. ડિપ્લોમા ધારક યુવા બેરોજગારોને બે વર્ષ માટે દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે.
દરેક BPL પરિવારને મફતમાં દસ કિલો અનાજ આપવામાં આવશે. આ અંતર્ગત ચોખા, રાગી, જુવાર અને બાજરી આપવામાં આવશે. પાર્ટીએ મેનિફેસ્ટોમાં કહ્યું છે કે જો પાર્ટી ચૂંટણી જીતશે તો મહિલાઓ KSRTC અથવા BMTC બસોમાં મફત મુસાફરી કરી શકશે.
#KarnatakaElections2023 | Congress in its manifesto announces that its govt will provide 200 units of free electricity.
Rs 2,000 every month to each and every woman head of the family.
Rs 3,000 per month for two years to unemployed graduates and Rs 1,500 per month to… pic.twitter.com/yW2LLKQlHK
— ANI (@ANI) May 2, 2023
Advertisement