કર્ણાટકમાં 10 મેના રોજ 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થયા બાદ શનિવારે (13 મે)થી 36 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી બતાવવામાં આવી રહી છે અથવા તો તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. ચૂંટણી પરિણામના શરૂઆતના વલણ સામે આવતા થઈ ગયા છે, જેમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
Advertisement
Advertisement
જો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને રાજ્યમાં બહુમતીનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન પરિણામો પહેલા જ દિલ્હીથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઢોલ વગાડીને ઉજવણી કરી રહ્યાં છે.
કોંગ્રેસના નેતાઓ મોટી જીતનો દાવો કરી રહ્યા છે
કર્ણાટકમાં પરિણામ આવવામાં હજુ સમય છે પરંતુ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ઉજવણી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના ઘણા નેતાઓ પણ મોટી જીતનો દાવો કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ કહ્યું, “અમે સંપૂર્ણ બહુમતી મેળવીશું અને અમારી સરકાર બનાવીશું. અમને વિશ્વાસ છે અને તમામ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા જઈ રહી છે.
કર્ણાટકમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પરિણામો પહેલા હુબલીના હનુમાન મંદિર પહોંચ્યા છે. બસવરાજ બોમાઈને આશા છે કે કર્ણાટકમાં ભાજપ જીતશે.
કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું કે આજનો દિવસ કર્ણાટક માટે મોટો દિવસ છે. આજે જનતાનો જનાદેશ આવશે. મને વિશ્વાસ છે કે ભાજપને બહુમતી મળશે અને રાજ્યમાં સ્થિર સરકાર બનશે.
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ મીડિયાને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળશે અને રાજ્યમાં અમારી સરકાર બનશે. અમને વિશ્વાસ છે કે અમને પૂર્ણ બહુમતી મળશે.
જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે આગામી બે-ત્રણ કલાકમાં બધું સ્પષ્ટ થઈ જશે. એક્ઝિટ પોલ દર્શાવે છે કે રાષ્ટ્રીય પક્ષોને વધુ બેઠકો મળશે. એક્ઝિટ પોલમાં જેડીએસને 30-32 સીટો મળી છે. અમે નાની પાર્ટી છીએ, અમારી કોઈ માંગણી નથી. અમે માત્ર વિકાસ ઈચ્છીએ છીએ.
#WATCH | Celebration begins at the Congress office in Delhi ahead of the counting of votes for the 224 seats in the Karnataka Legislative Assembly elections held on May 10.#KarnatakaElectionResults2023 pic.twitter.com/FCSZrwv01C
— ANI (@ANI) May 13, 2023
Advertisement