નવી દિલ્હી: દિલ્હીમાં મેયર પદની ચૂંટણી ટળી ગઇ છે. દિલ્હી મેયર ચૂંટણી માટે મતદાન શરૂ થયા પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે હંગામાને કારણે MCD સદન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન કોર્પોરેટરો વચ્ચે મારામારી પણ થઇ હતી અને સદનમાં ખુરશીઓ ઉછળી હતી. કેટલાક કોર્પોરેટર ટેબલ પર ચઢી ગયા હતા.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મનોનીત સભ્યોને પહેલા શપથ અપાવવાનો વિરોધ કરી રહ્યા હતા. આ પહેલા આમ આદમી પાર્ટીએ એલજી દ્વારા મેયર ચૂંટણી માટે ભાજપના કોર્પોરેટર સત્યા શર્માને ચૂંટણી અધિકારી નિયુક્ત કરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. બીજી તરફ કોંગ્રેસે આ ચૂંટણીમાં વોટિંગમાં ભાગ ના લેવાનો નિર્ણય કર્યો હતો.
દિલ્હી મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારી સત્યા શર્માએ કહ્યુ કે, મે સદનની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે કેટલીક વખત અપીલ કરી હતી પણ વિવાદ ચાલુ હતો. તે શાંતિથી બેઠશે તો જ અમે શપથ અપાવવા માટે તૈયાર છીએ. આ લોકો શાંતિથી નહી બેસે તો અમે આગળની તારીખની રાહ જોઇશુ.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પ્રવીણ કુમારે કહ્યુ કે, આજે ગેરકાયદેસર રીતે ભાજપની ગુંડાગર્દી જોવા મળી. સૌથી પહેલા મનોનીત કોર્પોરેટરોના શપથ ગ્રહણ કરાવવામાં આવતા હતા. જ્યારે અમે તેનો વિરોધ કર્યો અને પહેલા ચૂંટાયેલા કોર્પોરેટરોના શપથ ગ્રહણ કરાવવાની માંગ કરી તો વિવાદ ઉભો થયો હતો, તેમણે (ભાજપ) મારી ઉપર એક મોમેન્ટો ફેક્યો હતો.
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યુ કે, આમ આદમી પાર્ટીને કઇ વાતનો ડર છે? શું તૈનિક રીતે આમ આદમી પાર્ટી હારી ચુકી છે? શું તેમણે સમજમાં આવી ગયુ છે કે તેમના કોર્પોરેટર તેમનો સાથ નહી આપે? મેયર ચૂંટાયા પહેલા જ આ રીતનો વિવાદ, આ નિશ્ચિત રીતે બતાવે છે કે આમ આદમી પાર્ટી નૈતિક રીતે હારી ચુકી છે.
ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ પણ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. મીનાક્ષી લેખીએ કહ્યુ કે, આ (AAP) અરાજક લોકો છે અને તેમનું કામ અરાકતા ફેલાવવાનું છે. જ્યારે સંખ્યા તેમની પાસે છે તો તેમને કઇ વાતનો ડર છે. આ જે દબંગાઇ છે આ તેમના સાંસદો દ્વારા રાજ્યસભામાં પણ જોવા મળે છે અને અહી પણ આવુ જ થઇ રહ્યુ છે.
274 લોકો મતદાન કરશે
250 ચૂંટાયેલા કોર્પોરેટર મતદાન કરશે. સાથે જ દિલ્હીના લોકસભાના 7 સાંસદ, 3 રાજ્યસભા સાંસદ અને મનોનીત લોકોમાં 14 ધારાસભ્ય જે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષની સહમતિ પર બનાવવામાં આવ્યા છે તે પણ મતદાનમાં ભાગ લેશએ. કુલ મળીને આ ચૂંટણીમાં 274 લોકો વોટર હશે.
AAPએ 134 વોર્ડમાં જીત મેળવી હતી
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 250 વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી દિલ્હી મહાનગરપાલિકામાં રહેલી ભાજપને હરાવીને 134 વોર્ડમાં જીત મેળવી હતી. સાથે જ ભાજપને આ ચૂંટણીમાં 104 વોર્ડમાં જીત મળી છે.
Advertisement