નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપતા આદેશ આપ્યો કે પાર્ટીનું નામ “શિવસેના” અને પાર્ટીનું પ્રતીક “ધનુષ અને તીર” એકનાથ શિંદે જૂથને આપવામાં આવશે. ગત વર્ષે એકનાથ શિંદેના વિદ્રોહ પછી ઉદ્ધવ ઠાકરે સરકાર પડી ગઇ હતી. તે બાદ શિવસેનાના મોટાભાગના ધારાસભ્ય જ નહી પણ સંગઠનના પદાધિકારી પણ એકનાથ શિંદે સાથે જોડાઇ ગયા હતા.
Advertisement
Advertisement
સેના કોણ છે, તેને લઇને બન્ને જૂથ વચ્ચે ખેચતાણ ચાલતી હતી, તેને લઇને આમને-સામને વિવાદને કારણે ચૂંટણી પંચે પહેલા એક વચગાળાના નિર્ણયમાં શઇવસેનાના બાલાસાહેબ ઠાકરેને અસ્થાયી નામ શિંદે જૂથને અને શિવસેનાના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેને અસ્થાયી નામ ઉદ્ધવ જૂથ આપવામાં આવ્યુ હતુ પરંતુ સીએમ એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જૂથે પાર્ટીનું નામ અને સિમ્બોલ પર પોત પોતાનો દાવો રજૂ કર્યો હતો. જે બાદ ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીરને ફ્રીઝ કરી દીધો હતો.
હવે ચૂંટણી પંચના આ નિર્ણય બાદ શિંદે જૂથ વાસ્તવિક શિવસેના તરીકે સ્થાપિત થઈ ગયું છે અને બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત પક્ષમાંથી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેને દૂર કરવામાં આવ્યા છે. એકનાથ શિંદે જૂથના નેતાઓએ પંચના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે.
ચૂંટણી પંચે શું કહ્યું?
ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે પક્ષનું નામ શિવસેના અને પક્ષનું ચિહ્ન ધનુષ અને તીર એકનાથ શિંદે જૂથ દ્વારા જાળવી રાખવામાં આવે. ભારતના ચૂંટણી પંચે અવલોકન કર્યું કે શિવસેનાનું વર્તમાન બંધારણ અલોકતાંત્રિક છે. બિનલોકશાહી ઢબે એક જૂથના લોકોને કોઈપણ ચૂંટણી વિના પદાધિકારી તરીકે નિયુક્ત કરવામાં વિકૃત કરવામાં આવી છે. પાર્ટીનું આવું માળખું આત્મવિશ્વાસને પ્રેરિત કરવામાં નિષ્ફળ જાય છે.
Advertisement