માનહાની કેસમાં રાહુલ ગાંધીને 30 દિવસના જામીન મળી ગયા છે. રાહુલ ગાંધીના સંસદ પદ ગુમાવ્યાને આજે એક અઠવાડિયા બાદ રાહુલ ગાંધીએ જામીન માટે અરજી દાખલ કરી હતી.
Advertisement
Advertisement
23મી માર્ચે ચુકાદો આવ્યો હતો જેમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને પંદર હજારનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ‘મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, . આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. હવે આજરોજ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવા આવ્યાં હતા. કોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે પરની વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ હાથ ધરાશે.જ્યારે ફરિયાદીના વકીલે 10 એપ્રિલ સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરવાનો રહેશે.
કર્ણાટકની ચૂંટણીમાં રાહુલ ગાંધીના સંસદ પદ ગુમાવવાના કેવા પ્રત્યાઘાતો પડી શકે છે ? તેના પર નજર છે. એક તરફ રાહુલ ગાંધીએ આજે પ્રિયંકા ગાંધી સાથે સુરત આવીને પોતાના સમર્થકો સાથે સંપર્ક કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આખરે સત્ય તો સત્ય જ છે. અગાઉ પણ રાહુલ ગાંધી બોલ્યા છે કે તેમના માટે સંંસદ સભ્યનું પદ એ કોઈ આસક્તિનો વિષય નથી. કર્ણાટક ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે. કર્ણાટકમાં રાહુલ ગાંધીના સંસદ પદની કેવી અસર થશે તે સમય બતાવશે. હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને તનતોડ મહેનત કરી રહ્યા છે કે ચૂંટણી એક પક્ષીય પરિણામ આપે.
જો કે ભાજપે અત્યારથી કોંગ્રેસના ગઢમાં તલસ્પર્શી પ્રચાર ચાલું કરી દીધો છે. સાથે કર્ણાટકના અંતરીયાળ ભાગોની બ્લ્યૂ પ્રિન્ટ બનાવી દીધી છે. તો બીજી તરફ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા સતત સરકારને ઘેરીને નવા નવા વિવિદો સપાટી પર જોવા મળે છે.
રાજકીય તજજ્ઞોનું માનવું છે કે રાહુલ ગાંધીને જામીન ના મળ્યા હોત તો લોક સંવેદના રાહુલ તરફ વધી શક્તી હતી. તો બીજી તરફ ભાજપના સમર્થકો અત્યારથી જ કર્ણાટકના કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં કેમ્પેઈન ચલાવી રહ્યા છે તો વળી આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો પ્રભાવ પણ કર્ણાટકની પ્રજા પર કેવી અસર કરે છે તે જોવાનું રહ્યું.
Advertisement