સુરત: સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો હતો. રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 27 કિમી દૂર નોંધાયુ હતુ. ભૂકંપના હળવા આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement
Advertisement
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અવાર નવાર ભૂકંપના ઝટકા અનુભવાતા રહ્યા છે. સુરતથી 27 કિમી દૂર ભૂકંપ આવ્યો હતો. જોકે, ભૂકંપને કારણે નુકસાનના કોઇ સમાચાર નથી.
આ પહેલા કચ્છના ભચાઉમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભચાઇમાં રિક્ટર સ્કેલ પર તિવ્રતા 3.0ની નોંધાઇ હતી.
રાજ્યમાં ફેબ્રુઆરીમાં ભૂકંપના 11 દિવસમાં 8 ઝટકા અનુભવાયા
ફેબ્રુઆરી મહિનામાં 11 દિવસમાં જ ભૂકંપના 8 ઝટકા અનુભવાયા છે. મોટાભાગના ભૂકંપના ઝટકા કચ્છ વિસ્તારમાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
Advertisement