ગાંધીનગર: ગુજરાત ATS-DRIની ટીમે પશ્ચિમ બંગાળમાં ઓપરેશન ગિયર બોક્સ પાર પાડીને દુબઇથી આવેલુ 200 કરોડનું હેરોઇન જપ્ત કર્યુ છે. એક વર્ષમાં 6,500 કરોડનું ડ્રગ્સ પકડાયુ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરીને ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાંચને અભિનંદન આપ્યા હતા.
Advertisement
Advertisement
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, અમે ડ્રગ્સ પકડીયે છીએ તો પકડાય છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરનારને ગૃહમંત્રીએ ચેતવણી પણ આપી હતી. ગુજરાત પોલીસે અનેક રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસે સાહસિક કામ કર્યા છે. હર્ષ સંઘવીએ કહ્યુ કે ગુજરાત પોલીસ ગુજરાતનું માન અને સમ્માન છે. કેટલાકનો પોલીસને બદનામ કરવાનો પ્રયાસ છે. ગુજરાત સરકાર પોલીસની સમસ્યાને સમજે છે અને નિરાકરણ લાવે છે. ગુજરાત પોલીસે ડ્રગ્સના નેટવર્કને તોડ્યા છે.
કેવી રીતે પાર પડાયુ ઓપરેશન ગિયર બોક્સ
સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી બી.પી.રોજીયાને માહિતી મળી હતી કે, હેરોઇનનો જથ્થો કોલકાતાના સેન્ચુરી કન્ટેઇનર ફેઇટ સ્ટેશન (CFS) જે.જે.પી ખાતે છ મહિનાથી આવેલા એક શંકાસ્પદ કન્ટેઇનરમાં પડ્યો છે. સુરત એસીપીએ ગુજરાત એટીએસના નાયબ પોલીસ મહાનીરિક્ષકને જાણ કરી હતી. જે બાતમીના આધારે ડીઆરઆઇના અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓને સાથે રાખીને એટીએસની ટીમ કોલકાતા પહોચી હતી.
કસ્ટમ અધિકારીઓનો સંપર્ક કરી CFSમાં પડેલા શંકાસ્પદ કન્ટેઇનરમાં તપાસ કરતા 40 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. કન્ટેઇનરમાં રાખેલા હેવી મેટલ સ્ક્રેપમાં પડેલા 36માંથી 12 ગિયર બોક્સમાં ડ્રગ્સના 72 પેકેટ છુપાવવામાં આવ્યા હતા. યુએઇના દુબઇ સ્થિત બિઝનેસમેને આ કન્ટેઇનર કોલકાતા મોકલ્યાની અને ત્યાથી આ કન્ટેઇનર અન્ય દેશમાં રિ-એક્સપોર્ટ થવાની વિગતો પોલીસને મળી હતી.
2022માં અત્યાર સુધી ગુજરાત ATSએ કેટલુ ડ્રગ્સ પકડ્યુ
-
ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને 296 કિલો હેરોઇન પકડ્યુ, 296 કિલો હેરોઇન જખૌ, દિલ્હી અને યુપીના મુઝફ્ફરનગરથી પકડ્યુ
-
ગુજરાત એટીએસ અને ડીઆરઆઇએ મુદ્રા પોર્ટ પરથી 205 કિલો હેરોઇનનો જથ્થો પકડ્યો
-
ગુજરાત એટીએસ અને ડીઆરઆઇએ પીપાવાવથી 395 કિલો હેરોઇનનો જથ્થો પકડ્યો
-
ગુજરાત એટીએસએ દ્વારકાથી 240 કરોડનો 48 કિલો હેરોઇન પકડ્યુ
-
ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસે સંયુક્ત રીતે મુંદ્રા CSFમાંથી પકડ્યુ ડ્રગ્સ
-
મુંદ્રા CSFમાંથી 376 કરોડનો 75.3 કિલો ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત
-
ગુજરાત એટીએસે વડોદરાથી 225 કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડ્યો
-
દિલ્હીથી 20 કરોડની કિંમતનો 4 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો
Advertisement