નવી દિલ્હી: રાજધાની દિલ્હીને 22 ફેબ્રુઆરીએ મેયર મળશે. લેફ્ટનન્ટ ગવર્નરે કોર્પોરેશનની બેઠક માટે 22 ફેબ્રુઆરીની તારીખની મહોર લગાવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી સરકારે આ તારીખે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજવા માટે 22 ફેબ્રુઆરીએ પ્રસ્તાવ મોકલ્યો હતો.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મેયરની ચૂંટણી અને MCDની પ્રથમ બેઠક માટે નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નોટિસ 24 કલાકની અંદર જારી કરવામાં આવે. જણાવી દઈએ કે આ નોટિસમાં તે તારીખનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે, જે દિવસે મેયર પદ માટે ચૂંટણી થવાની છે.
કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યુ
ચૂંટણીને લઇને અરવિંદ કેજરીવાલે કહ્યુ કે સુપ્રીમ કોર્ટનો આદેશ જનતંત્રની જીત છે, તેમણે સુપ્રીમ કોર્ટનો આભાર માનતા ટ્વીટમાં લખ્યુ કે અઢી મહિના પછી હવે દિલ્હીને મેયર મળશે. સાથે જ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા છે. કેજરીવાલે કહ્યુ કે હવે આ સાબિત થઇ ગયુ કે LG અને BJP મળીને અવાર નવાર દિલ્હીમાં ગેરકાયદેસર અને ગેરબંધારણીય આદેશ પસાર કરે છે.
Advertisement