નવી દિલ્હી: દિલ્હી મહાનગરપાલિકા (MCD)ની મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાઇ શકે છે, તેના સબંધિત પ્રસ્તાવ ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાને મોકલવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
પહેલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના સભ્યોની ચૂંટણી 6 જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોર્પોરેટરોના ઝઘડાને કારણે થઇ શકી નહતી. ઝઘડો ચૂંટણી અધિકારી દ્વારા નોમિનેટ કોર્પોરેટરોના પહેલા શપથ લેવડાવવા માટે બોલાવવા પર થયો હતો.
સદનમાં મારપીટ થઇ
સદનની પ્રથમ બેઠકમાં કોર્પોરેટરોએ મારામારી અને નારેબાજી કરી હતી. માઇક અને ખુરશી મેજ પણ તોડી નાખી હતી. AAPએ મેયર પદ માટે શૈલી ઓબેરોય, ડેપ્યુટી મેયર પદ માટે આલે મોહમ્મદ ઇકબાલને ઉમેદવાર બનાવ્યા છે, બીજી તરફ ભાજપે શાલીમાર બાગના કોર્પોરેટર રેખા ગુપ્તાને મેયર પદ અને કમલ બાગડીને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. MCD ચૂંટણીમાં AAPને 250માંથી 134 અને ભાજપને 104 બેઠક મળી હતી.
274 લોકો મતદાન કરશે
250 ચૂંટાયેલા કોર્પોરેટર મતદાન કરશે. સાથે જ દિલ્હીના લોકસભાના 7 સાંસદ, 3 રાજ્યસભા સાંસદ અને મનોનીત લોકોમાં 14 ધારાસભ્ય જે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષની સહમતિ પર બનાવવામાં આવ્યા છે તે પણ મતદાનમાં ભાગ લેશએ. કુલ મળીને આ ચૂંટણીમાં 274 લોકો વોટર હશે.
AAPએ 134 વોર્ડમાં જીત મેળવી હતી
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 250 વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી દિલ્હી મહાનગરપાલિકામાં રહેલી ભાજપને હરાવીને 134 વોર્ડમાં જીત મેળવી હતી. સાથે જ ભાજપને આ ચૂંટણીમાં 104 વોર્ડમાં જીત મળી છે.
Advertisement