નવી દિલ્હી: દિલ્હી મહાનગરપાલિકા (MCD)ના મેયરની ચૂંટણી 6 ફેબ્રુઆરીએ યોજાશે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારના પ્રસ્તાવ પર પોતાની મોહર મારતા મહાનગરપાલિકાનું સત્ર બોલાવવા મંજૂરી આપી છે. મહત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના કોર્પોરેટરોના હંગામાને કારણે અત્યાર સુધી બે વખત દિલ્હીના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી ટાળવામાં આવી છે.
Advertisement
Advertisement
મેયરની ચૂંટણી રોકવાનો પ્રયાસ કરી રહી છે ભાજપ-સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણીની તારીખની જાહેરાત બાદ ભાજપ પર નિશાન સાધ્યુ છે. મનીષ સિસોદિયાએ કહ્યુ, “દિલ્હીના લોકો MCDના શાસનમાં ભાજપથી દુખી હતા. દિલ્હીના લોકોએ AAPને મત આપીને ભાજપને હરાવ્યું છે. હવે ભાજપ ષડયંત્ર કરીને મેયરની ચૂંટણી રોકવાનો પ્રયાસ કરી રહી છે, તેમણે કહ્યુ કે આશા છે કે ભાજપ લોકતંત્રનું સમ્માન કરતા 6 ફેબ્રુઆરીએ મેયરની ચૂંટણી થવા દેશે.
કઇ પાર્ટીના કોણ ઉમેદવાર?
આમ આદમી પાર્ટી (AAP)ના મેયર પદ માટે પૂર્વી પટેલ નગરના કોર્પોરેટર શૈલી ઓબેરોય, તેમના વિકલ્પ તરીકે આશુ ઠાકુર, ડેપ્યુટી મેયર પદ માટે આલે મોહમ્મદ ઇકબાલ અને તેમના વિકલ્પ તરીકે જલજ કુમારને ઉમેદવાર બનાવ્યા છે.
બીજી તરફ ભાજપે શાલીમાર બાગના કોર્પોરેટર રેખા ગુપ્તાને મેયર પદ માટે અને કમલ બાગડીને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
AAPના મેયરના ઉમેદવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી
AAPના મેયર ઉમેદવાર શૈલી ઓબેરોયે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા સમયસર મેયરની ચૂંટણી કરાવવાની માંગ કરી હતી, તેમણે આરોપ લગાવતા કહ્યુ હતુ કે MCDમાં નોમિનેત કોર્પોરેટરોને વોટિંગનો અધિકાર નથી પરંતુ ભાજપ તેમની પાસે વોટિંગ કરાવવા માંગે છે, તેમણે સુપ્રીમ કોર્ટને આ મામલે કેન્દ્ર સરકાર અને MCD તંત્રને આદેશ આપવાની માંગ કરી હતી, જેનાથી ચૂંટણી પ્રક્રિયા જલ્દી પુરી થઇ શકે.
MCD ચૂંટણીના પરિણામ શું આવ્યા હતા
MCD ચૂંટણીમાં AAPએ 250માંથી કુલ 134 બેઠક પર જીત મેળવી હતી જ્યારે ભાજપે 104 અને કોંગ્રેસે 9 બેઠક પર જીત મેળવી હતી.
વોટ શેરની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં 42 ટકાથી વધારે વોટ મળ્યા હતા જ્યારે 2017માં યોજાયેલી ચૂંટણીમાં તેને માત્ર 25 ટકા મત મળ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ભાજપનો વોટ શેર ગત ચૂંટણીમાં 35.5 ટકાથી વધીને 39 ટકા થઇ ગયો હતો.
Advertisement