નવી દિલ્હી: દિલ્હીમાં મેયરની ચૂંટણી ફરી એક વખત ટળી ગઇ છે. સોમવારે બોલાવવામાં આવેલી દિલ્હી મહાનગર પાલિકા (MCD)ની ત્રીજી બેઠક આગામી તારીખ સુધી સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા પણ મેયર ચૂંટવાનો પ્રયાસ બે વખત નિષ્ફળ રહ્યો હતો.
Advertisement
Advertisement
ભાજપે મેયર પદ માટે રેખા ગુપ્તાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી શૈલી ઓબેરોય મેયર પદની રેસમાં સામેલ છે. આજે મેયર અને ડેપ્યુટી મેયર સાથે એમસીડીના સ્થાયી સમિતીના છ સભ્યોની પણ ચૂંટણી યોજાવાની હતી. ચૂંટણી પહેલા ફરી એક વખત બન્ને તરફથી આરોપ-પ્રત્યારોપ શરૂ થયા હતા.
#WATCH | MCD mayor election called off for the third time after ruckus in the Delhi Civic Centre. pic.twitter.com/irCfHIoycP
— ANI (@ANI) February 6, 2023
વાત કર્યા વગર ભાજપના કોર્પોરેટર હંગામો કરે છે- સિસોદિયા
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યુ, “MCDમાં ભાજપના કોર્પોરેટર વાત કર્યા વગર હંગામો કરીને આજે પણ મેયરની ચૂંટણી થવા નથી દઇ રહ્યા. AAPના કોર્પોરેટર શાંત બેઠા છે પરંતુ BJP કોર્પોરેટર વગર વાતે હંગામો કરી રહ્યા છે.”
આ પહેલા દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીની બેઠક 6 જાન્યુઆરી અને 24 ફેબ્રુઆરીએ બે વખત બોલાવવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના હંગામાને કારણે ચૂંટણી અધિકારીએ મેયરની ચૂંટણી કરાવ્યા વગર કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. દિલ્હી મહાનગરપાલિકાના 250 વોર્ડમાંથી આમ આદમી પાર્ટી 134 કોર્પોરેટર સાથે સૌથી મોટી પાર્ટી બની હતી જ્યારે ભાજપને 104 બેઠક પર જીત મળી હતી. કોંગ્રેસે 9 બેઠક જીતી હતી.
Advertisement