નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) એ પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સહ-પ્રભારી બનાવ્યા છે. રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ફરી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, CBI, EDને અમારા નેતાઓની પાછળ લગાવવામાં આવ્યા છે કારણ કે ભાજપ આમ આદમી પાર્ટીને કચડી નાખવા માંગે છે. અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં આ વાત કહી છે.
કેજરીવાલે કહ્યું કે AAP નેતાઓ પર ભ્રષ્ટાચારના ખોટા આરોપો એટલા માટે લગાવવામાં આવ્યા કારણ કે ગુજરાતમાં અમારી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને બીજેપી પચાવી શકતી નથી. તેમણે કહ્યું કે ભાજપ AAPની પ્રામાણિક રાજનીતિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલા કામને પચાવી શકતી નથી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે મફત સુવિધાઓ આપવાનું શરૂ કર્યું, ભાજપ તેનો વિરોધ કરી રહી છે કારણ કે તેને સમજાતું નથી કે લોકોને મફત સુવિધાઓ કેવી રીતે આપવી? એક અપ્રમાણિક, ભ્રષ્ટ અને દેશદ્રોહી વ્યક્તિ જ કહેશે કે લોકોને મફતમાં સુવિધાઓ આપવાથી દેશ બરબાદ થઈ જશે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ ગુસ્સે છે, વડા પ્રધાનના સલાહકાર હિરેન જોશીએ ગુજરાતની ઘણી ન્યૂઝ ચેનલોના માલિકો, સંપાદકોને AAPને કવરેજ આપવા સામે ચેતવણી આપી છે. મીડિયાને ધમકીઓ આપવાનું બંધ કરો, AAP આગામી વિધાનસભા ચૂંટણી જીતીને ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે.
Advertisement