નવી દિલ્હી: રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા’ પછી કોંગ્રેસ ‘હાથ સે હાથ જોડો અભિયાન’ની તૈયારીમાં છે. વિપક્ષી દળે મોદી સરકારને દરેક તબક્કે નિષ્ફળ ગણાવતા કહ્યુ કે અભિયાન દ્વારા તેમની નિષ્ફળતાઓને ઘરે ઘરે પહોચાડવામાં આવશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને સંચાર વિભાગના પ્રભારી જયરામ રમેશે નવી દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં હાથ સે હાથ જોડો અભિયાનનો લોગો લૉન્ચ કર્યો હતો. આ દરમિયાન ભાજપ સરકાર વિરૂદ્ધ ‘ચાર્જશીટ’ પણ જાહેર થઇ હતી.
Advertisement
Advertisement
કોંગ્રેસ નેતાએ કહ્યુ કે 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા 29 જાન્યુઆરીએ ખતમ થઇ જશે. 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી શ્રીનગરમાં પાર્ટી કાર્યાલયમાં પદયાત્રીઓ સાથે કન્યાકુમારીથી ચાલી રહેલા તિરંગાને ફરકાવશે, તેમણે કહ્યુ કે 30 જાન્યુઆરી સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી જ્યારે શ્રીનગરમાં તિરંગાને લહેરાવશે તો તે સમયે દેશભરમાં કોંગ્રેસના કાર્યાલયમાં ઝંડો ફરકાવવાના કાર્યક્રમને પણ આયોજિત કરવામાં આવશે. કોંગ્રેસ નેતાઓનું કહેવુ હતુ કે ભારત જોડો યાત્રા દેશનો નારો બની ગયો છે. યાત્રા દરમિયાન કોંગ્રેસે બેરોજગારી, મોંઘવારી અને નફરત વિરૂદ્ધ જે મેસેજ આપ્યો તે દેશના વિવિધ ભાગમાં પહોચ્યો છે.
લાલ ચોક પર તિરંગો ફરકાવશુ: જયરામ રમેશ
શ્રીનગરમાં તિરંગો લહેરાવવાને લઇને કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે કહ્યુ કે અમારૂ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય લાલ ચોક પર જ છે, તેમણે કહ્યુ કે જ્યારે અમારા નેતા, પૂર્વ અધ્યક્ષ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર તિરંગો નહી ફરકાવે તો ક્યા ફરકાવશે. અમે લાલ ચોક પર જ તિરંગો ફરકાવીશુ. બીજી તરફ કોંગ્રેસે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યુ કે ભાજપાઇ હુકૂમત વિરૂદ્ધ જનતાની ચાર્જશીટ ચાલુ થઇ છે, ભ્રષ્ટ જુમલા પાર્ટીનો નારો છે- કેટલાકનો સાથ, ખુદનો વિકાસ, બધાનો વિશ્વાસઘાત. ભ્રષ્ટ જુમલા પાર્ટીએ મિતરોને ફાયદો પહોચાડવા માટે દેશની જનતાને ઠગી લીધી છે.
26 માર્ચ સુધી હાથ સે હાથ જોડો અભિયાન
કેસી વેણુગોપાલે કહ્યુ કે 26 જાન્યુઆરીથી ભારત જોડો યાત્રાનો મેસેજ ઘરે ઘરે પહોચાડવા માટે 26 માર્ચ સુધી હાથ સે હાથ જોડો અભિયાન ચલાવવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસના તમામ નેતા ભારત જોડો યાત્રાનો મેસેજ ઘરે ઘરે પહોચાડશે, તેમનું કહેવુ હતુ કે સરકારની નીતિઓને કારણે દેશના સામાન્ય લોકોને જે નુકસાન થયુ છે તેનું તમામ લોકો સુધી અભિયાન દ્વારા પહોચવાનું છે, તેમણે કહ્યુ કે યાત્રા સફળ રહી છે.
Advertisement