ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો કે 2014 પહેલા કોંગ્રેસના સત્તામાં રહેવા દરમિયાન પાર્ટીના નેતાઓએ સ્વાસ્થ્ય ઢાંચામાં સુધારાની જગ્યાએ તબીબી શિક્ષણ સુવિધાઓ વધારવાના નામ પર પૈસા બનાવ્યા હતા.
Advertisement
Advertisement
ગાંધીનગર જિલ્લાના કલોકમાં એક સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014માં સત્તા પર આવ્યા બાદ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં બદલાવ આવ્યો. અમિત શાહે કહ્યુ, આયુષ્યમાન ભારત અથવા પીએમ-જેએવાઇ યોજના હેઠળ 60 કરોડ ગરીબ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે. આ સિવાય વડાપ્રધાન મોદીએ જરૂરી સ્વાસ્થ્ય ઢાંચાને ઉભુ કરવાના હિસાબથી 65 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ 600 જિલ્લાની હૉસ્પિટલમાં 35 હજાર નવા બેડ વધારવામાં આવ્યા છે.
અમિત શાહે કહ્યુ, સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના સમયે ભારત વિશ્વમાં 11માં સ્થાન પર હતુ. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેને 5માં સ્થાન પર લાવ્યા. કોંગ્રેસ 11માંથી 12માં સ્થાન પર લાવી હતી. પીએમ મોદી દેશને એવી સ્થિતિમાં લાવ્યા જ્યા ભારતની વાત સાંભળ્યા વગર કોઇ મોટો નિર્ણય નથી થતો.
અમિત શાહે કહ્યુ કે દેશમાં એકીકૃત પ્રયોગશાળા અને અનુસંધાન કેન્દ્રોની સ્થાપના માટે 1,600 કરોડ રૂપિયાની અલગ બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે જ્યા આ વર્ષના અંત સુધી ચૂંટણી યોજાવાની છે. અમિત શાહે બે હૉસ્પિટલની આધારશીલા રાખી હતી. 750 બેડની એક હૉસ્પિટલનું સંચાલન એક ટ્રસ્ટ કરશે અને 150 બેડની એક હૉસ્પિટલ કલોલમાં બનાવવામાં આવશે જેનું સંચાલન કર્મચારી રાજ્ય વીમા યોજનાના હાથમાં હશએ. ગાંધીનગર લોકસભાના સભ્ય અમિત શાહે કહ્યુ, જો હૉસ્પિટલમાં ડૉક્ટર જ નથી તો આવા બુનિયાદી ઢાંચાનો શું અર્થ? કોંગ્રેસ શાસનમાં નેતા તબીબી શિક્ષણ સુવિધામાં સુધારના નામ પર પૈસા બનાવવામાં વ્યસ્ત હતા. વડાપ્રધાન મોદીએ પદ સંભાળ્યા બાદ આ દ્રશ્યમાં સુધારો થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે દેશમાં 2013-14માં ખાનગી અને સરકારી બન્ને ક્ષેત્રમાં 387 મેડિકલ કોલેજ ચાલતી હતી અને વડાપ્રધાન મોદીના પ્રયાસથી આ સંખ્યા 600 સુધી પહોચી ગઇ છે. અમિત શાહે કહ્યુ, એમબીબીએસની સીટોની સંખ્યા પણ વધી છે. 2013-14માં 51,384 સીટ હતી જે હવે વધીને 89,875 થઇ ગઇ છે. પીજી સીટ પણ 31,185થી વધીને આજે 60,202 થઇ ગઇ છે, જેનો અર્થ એ છે કે ગત આઠ વર્ષમાં કોલેજ અને મેડિકલ સીટોની સંખ્યા ડબલ થઇ ગઇ છે. 10 નવી એમ્સ ચાલી રહી છે, બીજી તરફ 22 શરૂ થવાની છે.
Advertisement