ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં સોમવારે ગુજરાતમાં સિંહોના કુદરતી અને અકુદરતી મૃત્યુ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 674 છે. વન અને પર્યાવરણ મંત્રીના જવાબ મુજબ વર્ષ 2020 – 21માં કુલ 123 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2020 – 21માં કુલ 14 સિંહોના અકુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 – 22માં કુલ 113 સિંહોના કુદરતી મૃત્યુ અને વર્ષ 2021 – 22માં કુલ 16 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે.
Advertisement
Advertisement
વર્ષ 2022 – 23માં કુલ 89 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2022 – 23માં કુલ 11 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. રાજ્યમાં 2020ની વસ્તી ગણતરી પુનઃ અવલોકનાના આધારે ગીરના સિંહની સંખ્યા 674 થઇ છે. જેમાં માદા સિંહની સંખ્યા સૌથી વધુ 309 નોધાઇ છે. નર સિંહની સંખ્યા 206, બચ્ચા 29 અને જે સિંહોની ઓળખ થઇ શકી નથી તેવાની સંખ્યા 130 નોંધાઇ છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી તેની સરખામણીએ 2020ની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યામાં 151નો વધારો થયો છે.
દરમિયાન, છેલ્લાં બે વર્ષમાં 325 સિંહના કુદરતી મૃત્યુ થયાં છે. તેમાં બે વર્ષમાં 180 સિંહ બચ્ચાંના મોત થયા છે. જ્યારે 73 નર સિંહના મોત થયા છે. આ ઉપરાંત 71 માદા સિંહની કુદરતી રીતે મોત થયા છે. જ્યારે વણ ઓળખાયેલા 01 સિંહનું કુદરતી મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અકુદરતી રીતે 41 સિંહના મોત થયા છે. તેમાં 10 નર સિંહ, 18 માદા સિંહ અને 13 બચ્ચાંનું અકુદરતી મોત થયુ છે. કુવામાં પડવાથી, અકસ્માત થવાથી, કરંટ લાગવાથી, હત્યા વગેરે જેવા કારણોસર સિંહોના અકુદરતી મોત થયાં છે.
Advertisement