ગાંધીનગર: ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળિયા કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે જ્યારે અન્ય 3 મળતીયાઓને પણ સજા ફટકારવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે 2010માં ચોરવાડમાં મારામારીના કેસમાં આ સજા ફટકારવામાં આવી છે.
Advertisement
Advertisement
2010માં મીત વૈધ અને હરીશ ચુડાસમા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં માળિયા કોર્ટે કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 3 મળતીયાઓે 6 મહિનાની સજા ફટકારી છે.
922 મતે જીત્યા હતા વિમલ ચુડાસમા
કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 922 નજીવા મતે જીત્યા હતા. વિમલ ચુડાસમાએ ભાજપના માનસિહ પરમારને હરાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 182માંથી માત્ર 17 બેઠક જ મળી હતી જેમાંથી એક બેઠક ગીર સોમનાથની પણ હતી.
Advertisement