ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એક્શન પ્લાનનું ઉદ્દઘાટન આજ રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. આ એક્શન પ્લાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી મુખ્યત્વે પાંચ પ્રકારની કામગીરી કરશે.
જે અંતર્ગત સૌર ઊર્જાથી સજ્જ કેમ્પસ, વેસ્ટ મેનેજમેન્ટ, વેધર સ્ટેશન, ઈન્ડસ્ટ્રી એકેડેમિક પાર્ટનરશિપ, ક્લાયમેટ ચેન્જ વિષયને અભ્યાસક્રમમાં સમાવેશ જેવી બાબતો એક્શનપ્લાનમાં સામેલ છે.
આ એક્શન પ્લાન અંતર્ગત યુનિવર્સિટી ભવનો-કોલેજોમાં સસ્ટેઈનેબલ કેમ્પસ અન્વયે સૌર ઊર્જાનો વપરાશ વધારવા સાથે વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરાશે.
ઈન્ડસ્ટ્કી એકેડેમિયા પાર્ટનરશિપ કરવી અને યુનિવર્સિટીની બધી જ વિદ્યાશાખામાં ક્લાયમેટ ચેન્જ વિષયને અભ્યાસક્રમમાં આવરી લેવાની બાબતનો એક્શન પ્લાનમાં સમાવેશ કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં જલવાયુ પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ)ના પડકારો સામે રાજ્યની યુવાપેઢી સજ્જ થાય અને સંશોધન અભ્યાસ વગેરે થઈ શકે તેવા ધ્યેય સાથે વર્ષ 2021-22ના બજેટમાં રાજ્યની કોઈ એક સરકારી યુનિવર્સિટીમાં ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ હેતુસર દોઢ કરોડ રુપિયા પણ ફાળવવામાં આવેલા હતા.
રાજ્યની બધી જ સરકારી યુનિવર્સિટીઓ પાસેથી મંગાવવામાં આવેલી દરખાસ્તોની ચકાસણી બાદ ગુજરાત યુનિવર્સિટીની કલાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ માટે પસંદગી કરાઈ છે. આ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 10 વર્ષથી ક્લાયમેટ ચેન્જનો અલાયદો અભ્યાસ ક્રમ ચલાવવામાં આવે છે.
Advertisement
Advertisement
Advertisement