નવી દિલ્હી: ચૂંટણી આયોગે (Election Commission) દેશના પાંચ રાજ્યોની વિધાનસભા અને લોકસભા સીટો પર પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ બધી સીટો પર પાંચ ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે આઠ ડિસેમ્બરે પરિણામ આવશે. જણાવી દઈએ કે ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, યૂપી અને છત્તીસગઢની એક-એક વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થશે, જ્યારે યૂપીની મેનપુરી લોકસભા સીટ પર પેટાચૂંટણી થશે.
Advertisement
Advertisement
જણાવી દઈએ કે ઓરિસ્સાની પદમપુર વિધાનસભા સીટ, રાજસ્થાનની સરદારશહર, બિહારની કુર્હની, છત્તીસગઢની ભાનુપ્રતાપપુર અને યૂપીની રામપુર વિધાનસભા સીટ પર પાંચ ડિસેમ્બરે પેટાચૂંટણી થશે. આ બધી પાંચ વિધાનસભા સીટો અને એક લોકસભા સીટના પરિણામ આઠ ડિસેમ્બરે આવશે.
લોકસભા અને વિધાનસભા સીટો પર થઇ રહેલ પેટાચૂંટણીનું નોટિફિકેશન 10 નવેમ્બરે જારી કરવામાં આવશે, જ્યારે 17 નવેમ્બરે ઉમેદવારોને ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ હશે. ઉમેદવારી તપાસની અંતિમ તારીખ 18 નવેમ્બર છે, જ્યારે 21 નવેમ્બરે ઉમેદવારી પરત ખેંચાવાની અંતિમ તારીખ છે. તે પછી પાંચ ડિસેમ્બરે આ સીટો પર ચૂંટણી થશે, જ્યારે આઠ ડિસેમ્બરે પરિણામ આવશે. જણાવી દઈએ કે, ચૂંટણી આયોગે આ સીટો પર 10 ડિસેમ્બર સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી લેવાની છે.
Advertisement