BTP ના છોટુ વસાવાએ કહ્યું BTP ને તોડવા ભાજપે “આપ” ને મોકલી હતી
Advertisement
Advertisement
ટોપી વાળા દેશ અને ગુજરાતને લૂંટવા આવ્યા હતા, હવે અમે પાઘડી વાળા ભેગા મળી ભેગા મળી ટોપી વાળાનો સામનો કરીશું: છોટુભાઈ વસાવા
ભાજપ આદિવાસી કલ્ચર ખતમ કરવા માંગે છે અને આમ આદમી પાર્ટી એમની સાથે છે એટલે અમે ગઠબંધન તોડ્યું: છોટુભાઈ વસાવા
છોટુભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ગુણગાન ગાતા થાકતા નહોતા એ જ છોટુભાઇ વસાવાએ આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ભરૂચ જિલ્લાના ચંદેરીયા ખાતે BTP અને આમ આદમી પાર્ટીએ સંયુક્ત પણે મહાસંમેલન યોજી આવનારી 2022 ની ગુજરાત વિધાનસભા ચુંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી.એ ગઠબંધન ચુંટણી યોજાય એ પેહલા જ તુટી ગયુ છે.BTP ના સર્વે સર્વા છોટુભાઈ વસાવાએ ગઠબંધન તોડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.જે છોટુભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ગુણગાન ગાતા થાકતા નહોતા એ જ છોટુભાઇ વસાવાએ આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે આમ ભાજપની જ બી ટીમ છે, ભાજપે BTP ને તોડી પાડવા માટે આમ આદમી પાર્ટીને અમારી પાસે મોકલી હતી.
છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ટોપી વાળા દેશ અને ગુજરાતને લૂંટવા આવ્યા હતા, હવે અમે પાઘડી વાળા ભેગા મળી ભેગા મળી ટોપી વાળાનો સામનો કરીશું. ભાજપ આદિવાસી કલ્ચર ખતમ કરવા માંગે છે અને આમ આદમી પાર્ટી એમની સાથે છે એટલે અમે ગઠબંધન તોડ્યું.આમ આદમી પાર્ટી પાછળથી અમને મારવાની વાતો કરે એ કેવી રીતે ચાલે.કેજરીવાલ ભાજપ વિરોધી હોવા છતાં ચાર્ટર પ્લેનમાં ગુજરાત આવે અને ભાજપના ગઢમાં 2 દિવસ રોકાય એ જ બતાવે છે કે ભાજપ અને આપ ભેગા છે.આમ આદમી પાર્ટી દેશમાં બધાનો બાપ બનવાનો પ્રયત્ન કરે છે એવું અમે બિલકુલ થવા નહિ દઈએ. કેજરીવાલ પર રેડ ફકત દેખાવ પૂરતી છે, ભાજપ જનતાને ગુમરાહ કરવા માંગે છે.
જુન મહિનામાં જ આપ સાથે ગઠબંધન તોડવાની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી???
જુન મહિનામાં જ ગુજરાત કોંગ્રસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ છોટુભાઈ વસાવા સાથે એમનાં નિવાસસ્થાને બેઠક કરી હતી, એ જ સમયે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડી નાખવાની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.હાલમાં જ છોટુભાઈ વસાવાએ કોંગ્રેસનાં કેન્દ્રીય નેતા પવન ખેડા સાથે બેઠક કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એટલે ભવિષ્યમાં બી.ટી.પી અને કોંગ્રેસના ગઠબંધનના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
BTP જો કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરે તો ડેડીયાપાડા અને ઝઘડિયા બેઠક BTP માટે જીતવી લોઢાના ચણા ચાવવા સમાન. BTP જો કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરે તો નુકશાન BTP ને થવાનું છે.ડેડીયાપાડામાં ભાજપ અને કોંગ્રેસની લોક ચાહના વધુ છે, જો કોંગ્રેસ, ભાજપ અને BTP વચ્ચે ત્રી પંખીયો જંગ થાય તો જીત ભાજપ અથવા કોંગ્રેસની જ થાય.એવા સંજોગોમાં મહેશ વસાવાએ હારનો સ્વાદ ચાખવો પડે.ઝઘડિયામાં પણ એવી જ સ્થિતિ છે. છોટુંભાઈ અને મહેશભાઈ વસાવાએ પોતાની બેઠક જીતવા માટે જ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું પડશે એવું રાજકીય મોરચે ચર્ચાઈ રહ્યું છે.તો બીજી બાજું BTP અને કોંગ્રેસ ગઠબંધનનો નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સખત વિરોધ કરી રહ્યા છે.
નર્મદા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને BTP સાથે ગઠબંધન ન કરવા રજુઆત કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા BTP એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડી પાડ્યું છે.તો બીજી બાજુ છોટુભાઈ વસાવાએ કોંગ્રેસનાં નેતા પવન ખેડા સાથે મુલાકાત પણ કરી હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે BTP હવે કોંગ્રેસ સાથે જ ગઠબંધન કરશે એવા એંધાણ વચ્ચે નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકરો ભારોભાર નારાજગી છવાઈ છે.નર્મદા જિલ્લા કોંગ્રેસનાં હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખના નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને ટેલીફોનીક રજુઆત કરી હતી કે નર્મદા જિલ્લાના BTP સાથે જો ગઠબંધન થશે તો કોંગ્રેસને મોટું નુકશાન થશે.આ રજૂઆતને પગલે જગદીશ ઠાકોરે નર્મદા જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરોને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા છે.
વર્ષ 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે BTP એ સૂચવેલા નામો જ કોંગ્રેસે ફાયનલ કર્યા હતા. વર્ષ 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને BTP એ ગઠબંધન કર્યું હતું. ડેડીયાપાડા બેઠક પર BTP ના મહેશભાઈ વસાવા ગઠબંધનના ઉમેદવાર જાહેર થયા હતા.જ્યારે નાંદોદ બેઠક માટે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવાનું નામ છેલ્લે સુધી ફાઇનલ મનાતું હતું.પણ છોટુભાઈ વસાવાએ પી.ડી.વસાવાને ટીકીટ ફાળવવા કોંગ્રેસ મોવડી મંડળને રજુઆત કરી હતી.એટલે પી.ડી.વસાવાને BTP ના ક્વોટા માંથી કોંગ્રેસે ટીકીટ ફાળવી હતી.તો બીજી બાજુ ડેડીયાપાડા સાગબારામાં આ ગઠબંધનનો ભારે વિરોધ થયો હતો.આ વખતે પણ વિરોધ થવાની સંભાવનાઓ રહેલી છે.
Advertisement