ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવો લહેરાયો છે. મહુધામાં ભાજપના ઉમેદવાર સંજય સિંહ મહિડાની જીત થઇ છે.47 વર્ષ પછી મહુધામાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થયો છે. 1975 પછી ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપનો વિજય થયો છે.
Advertisement
Advertisement
મહુધા બેઠક પર ભાજપે સંજય સિંહ મહિડાને ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસે ઇન્દ્રજીતસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે આમ આદમી પાર્ટી તરફથી રાવજીભાઇ વાઘેલા ચૂંટણી લડી રહ્યા હતા.
2017માં કોંગ્રેસના ઇન્દ્રજીત સિંહ પરમારનો વિજય થયો હતો.
મહુધા બેઠકનો ઇતિહાસ
2017 | ઇન્દ્રજીતસિંહ પરમાર | કોંગ્રેસ |
2012 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
2007 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
2002 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
1998 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
1995 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
1990 | નટવરસિંહ ઠાકોર | કોંગ્રેસ |
1985 | બળવંતસિંહ સોઢા | કોંગ્રેસ |
1980 | બળવંતસિંહ સોઢા | કોંગ્રેસ (આઈ) |
1975 | બળવંતસિંહ સોઢા | કોંગ્રેસ |
1972 | હરમનભાઈ પટેલ | એનસીઓ |
1967 | વી બી વાઘેલા | સ્વતંત્ર પાર્ટી |
Advertisement