ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. જોકે, આ પહેલા જસદણ બેઠક પર કુંવરજી બાવળિયાને હરાવવા માટે ભાજપના નેતાએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે જેમાં ભાજપના નેતા ગજેન્દ્ર રામાણી કોંગ્રેસના ઉમેદવારનું સમર્થન કરતા જોવા મળે છે.
Advertisement
Advertisement
કુંવરજી બાવળિયા ભાજપ હાઇકમાન્ડને ફરિયાદ કરશે
જસદણમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે જેમાં ભાજપના નેતા ગજેન્દ્ર રામાણી કોંગ્રેસના ઉમેદવાર ભોળા ગોહેલને સમર્થન આપતા હોવાની વાત કરે છે. ઓડિયો ક્લિપમાં ‘જય ભોળાનાથ’ કોડવર્ડ સાથે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવાની વાત કરે છે. આ ઓડિયો ક્લિપમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ પણ લેવામાં આવે છે.
ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કુંવરજી બાવળિયાએ રોષ ઠાલવતા કહ્યુ કે, આ ટોળકી પહેલા જ પાર્ટી વિરૂદ્ધનું કામ કરે છે અને તેમાં ભરત બોઘરા પણ સામેલ છે. કમલમમાં હાઇ કમાન્ડને ફરિયાદ કરવામાં આવશે.
જસદણમાં ભાજપના લોકો જ મારા વિરૂદ્ધ પ્રચાર કરે છે- કુંવરજી બાવળિયા
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જસદણના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ કહ્યુ કે, આ ઓડિયો સાબિત કરે છે કે ગજેન્દ્ર રામાણીએ મારા વિરૂદ્ધ ચૂંટણીમાં કામ કર્યુ છે. જય ભોલેનાથ કરીને સાંકેતિક ભાષામાં તેઓ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરતા હતા. નગરપાલિકાના પ્રમુખ અને અન્ય 5-6 લોકો પણ આ ટોળકીમાં સામેલ છે.
જસદણમાં કેટલુ મતદાન થયુ
રાજકોટની જસદણ બેઠક પર ભાજપે કુંવરજી બાવળિયાને ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે કોંગ્રેસે ભોળાભાઇ ગોહિલને ટિકિટ આપી હતી જ્યારે આમ આદમી પાર્ટી તરફથી તેજસ ગજપરા મેદાનમાં હતા. મહત્વપૂર્ણ છે કે જસદણમાં પ્રથમ તબક્કામાં 62.48 % મતદાન થયુ હતુ. જસદણ બેઠક પર હવે કોણ બાજી મારે છે તે તો 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થાય પછી જ ખબર પડશે.
Advertisement