JDUને તેના જૂના સાથી ભાજપે ફરી એક ઝટકો આપ્યો છે. પાર્ટીની દમણ દીવના કેટલાક નેતા ભાજપમાં સામેલ થયા છે. ભાજપ તરફથી ટ્વિટર પર આ સમાચારની જાણકારી આપતા જણાવવામાં આવ્યુ કે દમણ અને દીવના જેડીયૂના 17માંથી 15 જિલ્લા પંચાયત સભ્ય અને પ્રદેશ જેડીયૂની આખી યૂનિટ ભાજપમાં સામેલ થઇ ગઇ છે.
Advertisement
Advertisement
ભાજપના ટ્વિટર હેન્ડલ પર આ સમાચારની જાણકારી આપતા લખ્યુ છે-
“નીતિશ કુમાર દ્વારા બિહારમાં વિકાસને ગતિ આપનારી ભાજપનો સાથ છોડીને બાહુબલી, ભ્રષ્ટ અને પરિવારવાદી પાર્ટીનો સાથ આપવાના વિરોધમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના જેડીયૂના 17માંથી 15 જિલ્લા પંચાયત સભ્ય અને પ્રદેશ જેડીયૂની આખી યૂનિટ ભાજપમાં સામેલ થઇ.”
नितीश कुमार द्वारा बिहार में विकास को गति देने वाली भाजपा का साथ छोड़कर बाहुबली, भ्रष्ट एवं परिवारवादी पार्टी का साथ देने के विरोध में दानह एवं दमन दीव के जेडीयू के 17 में से 15 जिला पंचायत सदस्य एवं प्रदेश जेडीयू की पूरी ईकाई आज भाजपा में शामिल हुई। pic.twitter.com/YXn3WhxEKR
— BJP (@BJP4India) September 12, 2022
એક ટ્વીટમાં ભાજપના નેતા વિજય રાહતકારે આ પગલાને નીતિશ કુમાર માટે પાઠ ગણાવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે આ મહિનાની શરૂઆતમાં પાર્ટીના પાંચ ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા હતા. JDUના ધારાસભ્ય જે ભાજપમાં સામેલ થયા તેમાં જય કિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, પૂર્વ ડીજીપી એલએમ ખૌટે અને થંગજામ અરૂણ કુમાર સામેલ છે. હવે જેડીયૂના મોહમ્મદ અબ્દુલ નાસિર મણિપુરમાં પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય છે. નાસિરે આ વર્ષે લિલોંગ બેઠક જીતી હતી.
JDUએ આ વર્ષે માર્ચમાં મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 38માંથી 6 બેઠક પર જીત મેળવી હતી જ્યારે 60 સભ્યની વિધાનસભામાં ભાજપે 32 બેઠક પર બહુમત મેળવ્યો હતો. મણિપુર પહેલા અરૂણાચલ પ્રદેશના જેડીયૂના એકમાત્ર ધારાસભ્ય પણ આ વર્ષે 25 ઓગસ્ટે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા.
Advertisement