ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડતા ભાજપે 156 બેઠક પર જીત મેળવી છે. ભાજપની જીત સાથે જ ગુજરાતના રાજકારણમાં સોમનાથ, ચાણસ્મા અને ખેડબ્રહ્માની બેઠકની પણ ચર્ચા થઇ રહી છે. આ ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવાર NOTAને કારણે ચૂંટણી હારી ગયા હતા.
Advertisement
Advertisement
નોટાને કારણે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પણ હારી ગયા હતા. દિલીપ ઠાકોર રૂપાણી સરકારમાં શ્રમ વિભાગમાં મંત્રી હતા. તે પાટણની ચાણસ્મા બેઠક પરથી કોંગ્રેસના દિનેશ ઠાકોર સામે 1400 મતથી હારી ગયા હતા. અહી 3293 વોટરોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.
સોમનાથમાં NOTAને 1530 મત, હારનું અંતર એક હજાર કરતા પણ ઓછુ
સોમનાથ બેઠક પર જીત મેળવવા માટે ભાજપે આ વખતે પુરી તાકાત લગાવી દીધી છે. કેન્ડિડેટ સિલેક્શનથી લઇને ચૂંટણી પ્રચાર સુધી ભાજપે કેટલાક પ્રયોગ કર્યા છે. કોંગ્રેસના વિમલ ચુડાસમા સામે ભાજપે માનસિંહ પરમારને ટિકિટ આપી હતી.
અહી અમિત શાહથી લઇને યોગી આદિત્યનાથે રેલી કરી હતી. NOTAએ ભાજપના અરમાન પર પાણી ફેરવી નાખ્યુ હતુ. કોંગ્રેસના ઉમેદવારને 73819 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 72897 મત મળ્યા હતા. સોમનાથ બેઠક પર જીતનું અંતર 1000 વોટથી પણ ઓછુ રહ્યુ હતુ. 1530 વોટરોએ અહી નોટાનો ઉપયોગ કર્યો હતો.
કોને કેટલા મત મળ્યા
ભાજપ: 72897
કોંગ્રેસ 73819
AAP: 32828
NOTA: 1530
ખેડબ્રહ્મામાં NOTAને મળ્યા 7331 મત, 1664થી ભાજપ હાર્યુ
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક પર NOTAને સૌથી વધુ 7331 મત મળ્યા છે. અહી કોંગ્રેસના તુષાર ચૌધરીએ ભાજપના અશ્વિન કોટવાલને 1664 મતથી હરાવ્યા છે. તુષાર ચૌધરીને 67349 મત અને અશ્વિન કોટવાલને 65685 મત મળ્યા છે.
ખેડબ્રહ્મા બેઠક પર ભાજપની તે 7 બેઠકમાંથી એક છે જ્યા સીટિંગ ધારાસભ્ય ચૂંટણી હાર્યા છે. ભાજપે આ વખતે ગુજરાત ચૂંટણીમાં 60 સીટિંગ ધારાસભ્યોને ટિકિટ આપી હતી જેમાંથી 53 ધારાસભ્ય ફરી ચૂંટણી જીતીને સદનમાં પહોચવામાં સફળ થયા છે.
કોને કેટલા મત મળ્યા
ભાજપ: 65685
કોંગ્રેસ: 67349
AAP: 55590
NOTA: 7331
ફેરબદલમાં મંત્રી પદ તો NOTAને કારણે ધારાસભ્ય પદ પણ ગયુ
2021માં ગુજરાતમાં કેબિનેટ ફેરબદલમાં દિલીપ ઠાકોરની મંત્રી પદની ખુરશી છીનવાઇ ગઇ હતી. જોકે, હાઇકમાને ટિકિટ વિતરણમાં દિલીપ ઠાકોર પર વિશ્વાસ બતાવ્યો હતો અને ચાણસ્મા બેઠક પરથી તેમણે ટિકિટ આપી હતી. જોકે, નોટાને કારણે તેમણે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કોને કેટલા મત મળ્યા
ભાજપ: 86406
કોંગ્રેસ: 85002
AAP: 7586
NOTA: 3293
NOTAમાં 5 લાખ કરતા વધુ મત પડ્યા
ચૂંટણી પંચ અનુસાર ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર NOTAના પક્ષમાં 501202 લાખ લોકોએ મત આપ્યા હતા. કુલ વોટિંગ ટકાવારીના 1.57 % ચૂંટણી પંચ અનુસાર 2017ના મુકાબલે થોડો ઓછો છે. 2017માં 551594 લોકોએ નોટાનું બટન દબાવ્યુ હતુ.
2013 ચૂંટણીમાં પ્રથમ વખત નોટાનો પ્રયોગ થયો
નોટાનું ફૂલ ફોર્મ None of the Aboveનો અર્થ તેમાંથી કોઇ નહી થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી વર્ષ 2013ની રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીામં નોટાનો પ્રયોગ કર્યો હતો. આ તમામ રાજ્યમાં 1.85 % લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો અને 2015માં ચૂંટણી પંચે નોટાનું સિમ્બોલ જાહેર કર્યુ હતુ.
13 દેશમાં પણ થઇ રહ્યો છે NOTAનો પ્રયોગ
ભારત સિવાય 13 અન્ય દેશમાં પણ નોટાનો પ્રયોગ થઇ રહ્યો છે, જેમાં અમેરિકા, કોલંબિયા, યૂક્રેન, રશિયા, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ફિનલેન્ડ, સ્પેન, ફ્રાંસ, ચિલી, સ્વીડન, બેલ્જિયમ, ગ્રીસનું નામ સામેલ છે. કેટલાક દેશ એવા પણ છે જ્યા નોટાને રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર મળેલો છે. નોટાને જીતના માર્જિનથી વધુ મત મળે છે તો ચૂંટણી રદ થઇ જાય છે.
Advertisement