ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભામાં આગામી બજેટ સત્રને લઇને ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ પેપર લીક ઘટના સામે લડવા માટે કડક કાયદો બનાવવાને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક પછી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે નિવેદન આપ્યુ છે. ઋષિકેશ પટેલે કહ્યુ કે વિધાનસભા સત્રમાં પેપર લીક મુદ્દા પર સરકાર નવો કાયદો લાવશે.
Advertisement
Advertisement
પેપર લીક કેસમાં સરકાર નવો કાયદો લાવશે
પેપર લીક કેસમાં રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યુ કે પેપર લીક કેસમાં સરકાર નવો કાયદો લાવશે. બજેટ સત્ર દરમિયાન નવો કાયદો લાવવામાં આવશે અને પેપર લીકમાં સામેલ લોકો વિરૂદ્ધ કડક સજાની જોગવાઇ હશે. ગત રવિવારે યોજાનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષાને રદ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઇને તેમણે કહ્યુ કે પોલીસે રાત્રે 1.30 વાગ્યે રેડ કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પરીક્ષાર્થીઓ સાથે અન્યાય ના થાય તેની માટે પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તપાસ માટે સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી રહી છે
જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકની તપાસ માટે ATS દ્વારા એક વિશેષ ટીમની રચના કરવામાં આવી રહી છે, જેમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થઇ રહ્યા છે અને ATS અધિકારીઓના હાથે પૈસા આપીને પરીક્ષાનું પેપર લેનારા લોકોની યાદી છે, જેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સંભવિત નાણાકીય લેવડ-દેવડની તપાસ સાથે જ ATS આરોપીઓના બેન્ક ખાતાની પણ જાણકારી લઇ રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા લીક મામલે વડોદરાની કોર્ટે 15 આરોપીના 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATSએ પેપર લીક કૌભાંડના આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કર્યા હતા.
જૂનિયર ક્લાર્કની પેપર કાંડના મુખ્ય આરોપી
પ્રદિપ નાયક- મુખ્ય આરોપી (હૈદરાબાદ)
જીત નાયક- હૈદરાબાદ પ્રિન્ટિગ પ્રેસ (હૈદરાબાદ)
મોરારી પાસવાન (જીત પાસેનું પેપર પ્રદિપને આપ્યુ (બિહાર)
ભાસ્કર ચૌધરી- કોચિંગ સંચાલક (વડોદરા)
કેતન બારોટ)- ભાસ્કરનો મિત્ર બાયડ
ગુજરાતમાં 2014 પછી 13 પરીક્ષાના પેપર ફૂટી ચુક્યા છે
ગુજરાતમાં 2014 પછી અલગ અલગ પરીક્ષાના 13 પેપર ફૂટી ચુક્યા છે.
2014- ચીફ ઓફિસર
2015- તલાટીની પરીક્ષા
2018- મુખ્ય સેવિકાની પરીક્ષા
2018- નાયબ ચિટનીસની પરીક્ષા
2018- લોક રક્ષક દળ
2019- બિન સચિવાલય ક્લાર્ક
2021- હેડ ક્લાર્ક
2022- વનરક્ષકનું પેપર ફૂટ્યું
Advertisement