મોડાસા: અરવલ્લીના બાયડના વાઘવલ્લા ગામના 11 ખેતરમાંથી 2.27 કરોડનું ગાંજાનું વાવેતર બાયડ પોલીસ અને એલ.સી.બીએ ઝડપી પાડ્યુ છે. પોલીસે 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડ ઝડપ્યા છે જેની બજાર કિંમત 2.27 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે 9 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement
અરવલ્લીના બાયડના વાઘવલ્લા ગામમાં તુવેર અને કપાસની ખેતીની આડમાં ગાંજાનું વાવેતર થતુ હોવાની બાતમી બાયડના પીએસઆઇ અને તેમની ટીમને મળી હતી. જે બાદ અરવલ્લી જિલ્લા એલસીબીને સાથે રાખીને મેઘા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતા વાઘવલ્લા ગામના કુલ 11 ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યુ હતુ. આ સર્ચ ઓપરેશનમાં જિલ્લા તેમજ અન્ય પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓની ટીમ દ્વારા બે દિવસ સુધી ગામમાં સતત વોચ રાખી તેમજ ડ્રોનની મદદથી પરીક્ષણ કરવામાં આવતા 11 ખેતરમાંથી 2272.236 કિલોગ્રામ ગાંજાનું વાવેતર ઝડપાયુ હતુ.
View this post on Instagram
વાઘવલ્લાના ખેતરમાંથી 40થી વધારે મજૂરોની મદદ લઇને ગાંજાના છોડને ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેતરની માલિકી જાણવા માટે રેવન્યુ વિભાગમાંથી તલાટીને પણ ગામમાં બોલાવવામાં આવ્યા હતા. ગાંજાની ખેતી કરનારા 8 લોકો સામે નાર્કો એક્ટ હેઠળ બાયડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંજાની ખેતી માટે બિયારણ આપનારા એક મહારાજ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
2.27 કરોડનો મુદ્દામાલ જપ્ત
વાઘવલ્લા ગામમાંથી બાયડ પોલીસ અને એલ.સી.બીએ 2272.236 કિલોગ્રામ ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા જેની બજાર કિંમત અંદાજે 2. 27 લાખ 22 હજાર 360 રૂપિયા જેટલી થવા જાય છે. આ સમગ્ર પ્રક્રિયા એક દિવસ કરતા વધારે સમય સુધી ચાલી હતી. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં ગાંજાનું વાવેતર મળી આવ્યુ હોય.
Advertisement