ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કામાં 5 વાગ્યા સુધી સરેરાશ 60 ટકા મતદાન થયુ છે. 19 જિલ્લાની 89 બેઠક પર પ્રથમ તબક્કામાં મતદાન યોજાયુ હતુ. તાપી જિલ્લામાં સૌથી વધુ 71.57 ટકા મતદાન નોંધાયુ હતુ જ્યારે પોરબંદર જિલ્લામાં સૌથી ઓછુ મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયુ હતુ. હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન 93 બેઠકો પર યોજાશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement
Advertisement
चुनाव आयोग के अनुसार गुजरात विधानसभा चुनाव 2022 के पहले चरण में शाम 5 बजे तक 56.88% मतदान दर्ज़ किया गया है। #GujaratElection2022
— ANI_HindiNews (@AHindinews) December 1, 2022
રાજકોટમાં 55 ટકા, મોરબીમાં 63 ટકા મતદાન, ભરૂચમાં 63 ટકા મતદાન, ડાંગમાં 70 ટકા, નવસારીમાં 65 ટકા મતદાનની સંભાવના છે.સુરતમાં 57 ટકા મતદાનની શક્યતા, નર્મદામાં 75 ટકા જેટલુ મતદાન, દ્વારકામાં 55 ટકા, અમરેલીમાં 55 ટકા મતદાનની શક્યતા છે.
Advertisement