અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં છ ફૂટ લાંબી ત્રણ લેમન શાર્ક લાવવામાં આવી છે. આ શાર્ક એક્ટેવિક ગેલેરીમાં મુખ્ય શાર્ક ટનલમાં જોવા મળશે.આ શાર્ક માછલીની ઓળખ તેના લીલાશ પડતા પીળા રંગની હોવાથી તેને લેમન શાર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ શાર્ક માછલી અન્ય શાર્કની પ્રજાતિ કરતા શાંત સ્વભાવની છે.
આ શાર્ક મુખ્યત્વે એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના છીછરા દરિયાઈ વિસ્તારોમાં જોવા મળે છે અને તેનું વજન 250 કિલોગ્રામ જેટલું હોય છે. આ શાર્ક આવનારા સમયમાં આઠથી દસ ફૂટ સુધી મોટી થશે.
આ અંગે સાયન્સ સિટીના ડો. વ્રજેશ પરીખે જણાવ્યું કે, મુલાકાતીઓ માટે લેમન શાર્ક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત અમે આવનારા દિવસોમાં વિવિધ જળચર પ્રજાતિઓ પણ લાવીશું અને તેને મુલાકાતીઓ નિહાળી શકશે. આગામી સમયમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા શાર્ક વિશે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાશે.
સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં હાલ 181 પ્રકારના જળચર જીવો જોવા મળે છે, જેમાં આફ્રિકન પેંગ્વિનનો પણ સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
Advertisement