નવી દિલ્હી: નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયુ હતુ. 5 વાગ્યા સુધી નાગાલેન્ડમાં 83.36% અને મેઘાલયમાં 74.32% મતદાન થયુ હતુ. મેઘાલય,નાગાલેન્ડની સાથે સાથે ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે.
Advertisement
Advertisement
મેઘાલય-નાગાલેન્ડમાં 59-59 વિધાનસભા બેઠક પર મતદાન થયુ હતુ. નાગાલેન્ડમાં 60 વિધાનસભા બેઠક છે પરંતુ અકુલુકતો વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કજેતો કિનિમી નિર્વિરોધ ચૂંટાયા હતા.
નાગાલેન્ડમાં મતદાન દરમિયાન પથ્થરમારો થયો
નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લાના ઉમાબસ્તી વિસ્તારમાં અલોગતાકિ પોલિંગ બૂથ પર વોટિંગ દરમિયાન પથ્થરમારો થયો હતો. હિંસાને કારણે વોટિંગ થોડી વાર માટે રોકવામાં આવી હતી.
મેઘાલયની 60 વિધાનસભા બેઠકમાંથી 59 બેઠક પર મતદાન થયુ હતુ. અહી 21.6 લાખ વોટર્સ 369 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશએ. અહી તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં પોતાનો દાંવો રજૂ કરી રહી છે.
નાગાલેન્ડમાં કઇ પાર્ટી મેદાનમાં?
નાગાલેન્ડમાં ભાજપ સત્તા પર રહેલી નેશનલિસ્ટ ડેમોક્રેટિડ પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. જ્યા 20 બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે NDPP બાકી રહેલી 40 બેઠક પર ચૂંટણી લડી રહી છે અને તેની નાગાલેન્ડમાં પકડ મજબૂત છે.
કોંગ્રેસે 23 ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે નાગા પીપુલ્સ ફ્રંટ (NPF) 22 બેઠક પર ચૂંટણી લડી રહી છે. 2018માં ચૂંટણીમાં કોંગ્રેસનો નાગાલેન્ડમાં સફાયો થયો હતો.
મેઘાલયમાં શું છે ચૂંટણી સમીકરણ?
મેઘાલયમાં ભ્રષ્ટાચારના આરોપો સામે ઝઝુમી રહેલી સત્તા પર રહેલી નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP) સાથે આ ચૂંટણીમાં ભાજપે કોઇ ગઠબંધન કર્યુ નથી.
મુખ્યમંત્રી કૉનરાડ સંગમાએ NPPના એકલા દમ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં તેમણે સત્તા વિરોધી લહેર સામે ઝઝુમવુ પડશે જેને કારણે ભાજપને ફાયદો મળી શકે છે.
Advertisement