ભારત સરકાર દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાચવણીની જવાબદારી દેશની જે 24 સંસ્થાનને સોંપવામાં આવી છે, આ સંસ્થાઓમાં ગુજરાતની જે ત્રણ સંસ્થાઓની પસંદગી કરાઈ છે, તેમાં નર્મદ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીની સ્થાપના કરાઈ છે. આ ઓથોરિટી દ્વારા સ્મારકોના રખરખાવ સારી રીતે થાય તે માટે જુદા જુદા પ્રોજેક્ટ તૈયાર કરવા અને અન્ય જરુરી પગલાં લેવાની કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાએ કુલ 24 સંસ્થાઓ નક્કી કરાઈ છે.
રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધીના શહેરો અને ગામડામાં આવેલા ઐતિહાસિક સ્મારકોને સાચવવાની જવાબદારી આ 24 સંસ્થાનને સોંપાઈ છે.
Advertisement
Advertisement
Advertisement