અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પક્ષપલટો શરૂ થઇ ગયો છે. ગુજરાત કોંગ્રેસ મુક્ત અને બીજેપી કોંગ્રેસયુક્ત થઇ રહી છે. બીજેપીએ પોતાની રાજરમત શરૂ કરી દીધી છે અને એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટો પાડીને પોતાની ટીમમાં સામેલ કરી રહી છે. વર્ષોથી બીજેપી કોંગ્રેસને આવી જ રીતે ગુજરાતમાં હરાવતી આવી છે. પહેલા કોંગ્રેસના ખેલાડીઓને પોતાના પક્ષમાં લઇ લેવાના અને પછી તેના સામે મેચ રમીને તેને હરાવી દેવાની. આ વખતે પણ કંઇક એવું જ બીજેપી દ્વારા કરવામાં આવી રહ્યું છે. દાહોદ ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું આપ્યું છે.
Advertisement
Advertisement
રાજ્યમાં ગુજરાત ચૂંટણી માટે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી છે. તે વચ્ચે આજે કોંગ્રેસના સિનિયર નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ ભગવાનભાઇ બારડે કમલમ પહોંચીને કેસરિયો ધારણ કર્યો હતો.
ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસનાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા છે. ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.
આ પહેલા પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા હતા. પૂર્વ વિપક્ષ નેતા મોહનસિંહ રાઠવા કેસરિયા કરી લીધા હતા. મોહનસિંહ રાઠવાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. મળતી વિગતો પ્રમાણે ભાજપ મોહનસિંહ રાઠવાના પુત્રને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. તેમણે કોંગ્રેસમાં પોતાના પુત્ર માટે ટિકિટની માગણી કરી હતી.
Advertisement