ગાંધીનગર: નવલી નવરાત્રીનો 26 તારીખથી પ્રારંભ થઇ રહ્યો છે આ પહેલા ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગૃહ વિભાગે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે.
Advertisement
Advertisement
ગુજરાત સરકારના 21 સપ્ટેમ્બરના સંદર્ભે જાહેરનામા અનુસાર નોઇસ પોલ્યુશન (રેગ્યુલેશન અને કંટ્રોલ) રૂલ્સ, 2000 મુજબ સને 2022ના વર્ષ માટે નવરાત્રી, જન્માષ્ટમી અને દશેરાના તહેવારોમાં રાત્રીના 10થી 12 કલાક સુધી રાજ્યમાં લાઉડ સ્પીકર/ પબ્લીક એડ્રેસ સીસ્ટમના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે છે. જેમાં નવરાત્રીમાં 9 દિવસ, જન્માષ્ટમી અને દશેરાના દિવસે આ મંજૂરી આપવામાં આવી છે.
જાહેરનામા પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસના 100 મીટર કે તેથી વધુ વિસ્તાર સાઇલન્સ એરિયા/ઝોન જાહેર કરી શકાશે.
Advertisement