ફિલ્મ ભોલાના પ્રમોશન માટે આવેલા અજય દેવગને આજે અમદાવાદી ચાહકો સાથે વાત કરી હતી. થોડો સમય પોતાના ફેન સાથે વ્યતિત કરનારા અજય દેવગને બનારસના પોતાના અનુભવો શેર કર્યા હતા.
Advertisement
Advertisement
ફરી એકવાર તબ્બુ સાથે આ ફિલ્મમાં આવનારા અજય દેવગને આ ફિલ્મની સ્ટોરી કહેતા જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બનારસ સ્થિત એક પરિવારની વાત છે જેમાં એક પિતા પોતાની પુત્રી માટે બધુ કરી છુટવા તૈયાર છે અને તે દીકરી માટે સમાજના અસામજિક તત્ત્વો માટે લડે છે. આજના સમયમાં પેરેન્ટિંગ અને બાળકોની સામે આવી રહેલા આધુનિક સમયના દૂષણો જેવા કે ડ્રગ્સ, ભ્રષ્ટાચાર જેવા દૂષણો સામે લડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું એક સાધારણ માણસ છું. તમે મને મોટો કર્યો છે. હું કોઈ ફિલ્મનો કોઈ ટાર્ગેટ કે કશું ફિક્સ નથી કરતો આખરે તો કોઈપણ ફિલ્મની સફળતાનો આધાર પ્રેક્ષકોના હાથમાં જ હોય છે અને તે કોઈના નિયંત્રણમાં નથી. હા, એટલું ચોક્કસ કહીશ કે મને બનારસના અનુભવની ખૂબ મજા આવી. મારા દીકરા સાથે મેં બનારસને માણ્યું છે. વોટર, બનારસ ઈત્યાદી જેવી અનેક ફિલ્મો પછી ફરી એકવાર બનારસના સાનિધ્યમાં વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમાં અજય દેવગન અને તબ્બુની ભૂમિકા એક પેરેન્ટિંગ કરતા મા-બાપ તરીકે પ્રેક્ષકો સામે આવશે.
સાંસ્કૃતિક અને પ્રાચીન નગરી બનારસ સાથે અનેક ફિલ્મોની થીમ જોડાયેલી છે. ચાર ભારત રત્નો અને અનેક પદ્મ પુરસ્કાર વિજેતાઓની ભૂમિથી આકર્ષાઈને ઘણાંએ બનારસમાં અને બનારસ ઉપર કામ કર્યું છે.
Advertisement