અમદાવાદ: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસે નિયમનો ભંગ અથવા પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપી હતી. વાહન ચાલકોને ટ્રાફિક નિયમ સમજાવવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
અમદાવાદમાં ટ્રાફિક પોલીસનું અનોખુ રૂપ જોવા મળ્યુ હતુ. અમદાવાદ પૂર્વમાં સીટીએમ વિસ્તારમાં ટ્રાફિક ASI પ્રદીપસિંહ વાઘેલા અને TRB જવાનોએ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને રોકીને દંડ ફટકારવાની જગ્યાએ ચોકલેટ આપીને સમ્માન કર્યુ હતુ.
સીટીએમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફોર વ્હીલર વાહન ચાલકોને સીટ બેલ્ટ બાંધ્યો હોય તો તેમણે મોટી ચોકલેટ આપીને તેમજ હેલ્મેટ પહેરેલા ટુ વ્હીલર વાહન ચાલકોને નાની ચોકલેટ આપીને નિયમોનું પાલન કરવા માટે સમ્માન કર્યુ હતુ. આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ સમજાવવામાં આવ્યા હતા.
Advertisement